Site icon Revoi.in

ઘટાટોપ વાદળો અને વીજળીની ગર્જના સાથે ચોમાસું જામ્યું, જાંબુઘોડામાં 6 ઈંચ, બોડેલીમાં 5 ઈંચ,

Social Share

અમદાવાદઃ રાજ્યમાં હવામાનમાં ઉકળાટ સાથે ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. વીજળીની ગર્જના પણ થઈ રહી છે. ત્યારે વરસાદ તૂટી પડશે એવો માહોલ સર્જાયો છે. આજે મંગળવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં ઝાપટાંથી લઈને6 ઈંચ વસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં 6 ઈંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 5 ઈંચ, અને જેતપુરપાવીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.

ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન ખાતાની આગાહી સાચી ઠરી હતી. પંચમહાલના જાંબુઘોડામાં 6 ઈંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 5 ઈંચ, અને જેતપુરપાવીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. કવાંટમાં ચાર છોટાઉદેપુરમાં ત્રણ ઈંચ અને નસવાડીમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત  સુરત જિલ્લાના બારડોલી, મહુવામાં 4 ઉમરપાડામાં 2 પલસાણામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ સમયાંતરે વરસાદના ઝાંપટાં પડી રહ્યા છે.

ખેડા જિલ્લાના નડિયાદમાં ૩ માતરમાં 3 વસોમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ધોળકા મહેસાણા જિલ્લાના જોટાણામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ જિલ્લાના સાણંદમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ પૂરી મહેર કરી હોય તેવા સમાચાર મળી રહ્યા છે.  સ્ટેટ કન્ટ્રોલ રૂમના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યના 104 તાલુકામાં સામાન્યથી 6 ઇંચ વરસાદ  પડ્યો હતો. 42 તાલુકા એવા છે કે તેમાં એક ઇંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે.