Site icon Revoi.in

દેશના વિકાસ માટે 25 વર્ષના રોડમેપની જરૂરિયાતઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ

Social Share

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કરોના મહામારી સામે લઈ રહ્યાં છે. જો કે, હવે ભારતીય અર્થ વ્યવસ્થા હવે ધીમે-ધીમે કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારનું ધ્યાન ઈકોનોમિક ગ્રોથ ઉપર છે અને દેશના વિકાસ માટે 25 વર્ષના રોડમેપની જરુર હોવાનું કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દા ઉપર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ ઉપર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, અર્થવ્યવસ્થા કોરોનાની અસરથી બહાર આવી રહી છે. અમારી સરકારનું પુરુ ફોક્સ ઈકોનોમિક ગ્રોથ ઉપર છે. આ બજેટ અર્થવ્યવસ્થામાં સ્થિરતા લાવશે. વિકાસ માટે 25 વર્ષના રોડ મેપની જરૂર છે. પહેલા માત્ર એક પરિવારને ફાયદો મળતો હતો. હવે યુવાનોને રોજગારીનો મોકો મળે છે. દેશમાં 20થી વધારે સ્ટાર્ટઅપ યુનિકોર્ન બનાવવામાં આવ્યાં છે.

દરમિયાન શેર બજારમાં સપ્તાહના અંતિમ દિવસે ભારે પછડાટ જોવા મળી હતી. બોમ્બ સ્ટોક એક્સચેન્જનો સેંસેક્સ 824 પોઈન્ટ નીચે ઉતરીને 58101 પર પહોંચ્યો છે. નિફ્ટી પણ 244 અંક નીચે ઉતરીને 17361 પર પહોંચ્યો છે. આઈટી કંપના શેરમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભમાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર નિવેદન આપતા કોંગ્રેસ સહિતના વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.