Site icon Revoi.in

ગુજરાતમાં નિરામય યોજનાનો શુભારંભ મોદીના માદરે વતન વડનગરથી કરાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા છે. હવે સરકાર લોકોના આરોગ્ય પર વિશેષ ધ્યાન રાખી રહી છે. સરકાર તંદુરસ્ત નાગરિકોને નિરામય કાર્ડ આપવામાં નિર્ણય લીધો છે. ઉપરાંત સરકાર ગંભીર રોગથી પિડાતા લોકોનો ડેટાબેઝ તૈયાર કરીને તેમને મદદ કરવાનું આયોજન કરાશે. ગુજરાત સરકાર દ્વારા નિરામય પ્રોજેક્ટ નો શુભારંભ આગામી 29 ઓકટોબરના રોજ વડાપ્રધાનના માદરે વતન વડનગરથી કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર  પટેલ દ્વારા કરવામાં આવ્યો છે અને આ માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી હોવાના અહેવાલ છે

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ચેપી રોગથી પીડાતા અને 30 વર્ષથી વધુ વયના લોકોનો ઘરે ઘરે જઈને વિશેષ સર્વે હાથ ધરવામાં આવશે અને જેની ઓનલાઈન એન્ટ્રી પણ કરવામાં આવશે અને ત્યારબાદ બિન ચેપી રોગ પીડાતા નાગરિકોને ખાસ નિરામય કાર્ડ આપવાનું આયોજન સરકારની વિચારણા હેઠળ છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  વડાપ્રધાનના માદરે વતન વડનગરથી આ સેવાનો પ્રારંભ કરાવશે.
અત્રે ઉલ્લેખની છે કે  ચેપી રોગોથી પીડાતા લોકો ના સર્વે બાદ ખાસ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે અને એવા તમામ લોકોને સરકાર દ્વારા કાર્ડ આપવામાં આવશે અને આ જ દિવસે સમગ્ર રાજ્યમાં નિદાન કેમ્પનું આયોજન પણ રાજ્યના આરોગ્ય વિભાગની વિચારણા હેઠળ હોવાના અહેવાલો દ્વારા મળ્યા છે તો બીજી તરફ સર્વેની કામગીરી અને ડેટા એન્ટ્રી અંતર્ગત ની તાલીમ માટે 26 થી 28 દરમિયાન યોજવા માટે રાજ્યના જિલ્લા તંત્રને ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરી દેવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.