Site icon Revoi.in

ભારતમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 3420 ઉપર પહોંચ્યો, નવા 752 પોઝિટિવ કેસ નોંધાયાં

Social Share

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરનાની ગતિ વધી રહી છે. દરમિયાન 24 કલાકમાં કોરોનાના નવા 752 પોઝિટિવ કેસ નોંધાયાં છે. તેમજ ચાર દર્દીઓના મોત થયાં હતા. આમ દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 3420 ઉપર પહોંચ્યો છે. દેશમાં સૌથી વધારે કેરલમાં 266 કેસ નોંધાયાં છે. જ્યારે કેરલમાં બે અને કર્ણાટક અને રાજસ્થાનમાં એક-એક દર્દીના મોત થયાં છે.

કેન્દ્ર સરકારે નવી વેરિએન્ટને લઈને તા. 18મી ડિસેમ્બરના રોજ તમામ રાજ્યો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તમામ રાજ્યનો વધારેમાં વધારે કોવિડ ટેસ્ટ કરવા માટે નિર્દેશ આપ્યાં છે. કેન્દ્રએ પોઝિટિવ સેમ્પલ જીનોમ સીકેંસિંગ માટે લેબમાં મોકલવા માટે નિર્દેશ કર્યો છે. કેરલમાં કોવિડના કેસમાં વધારો થતા એડવાઈઝરી જાહેરકરવામાં આવી છે. કેરલમાં 60 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના સિનિયર સિટીઝન, કિડની-હ્રદય અને લીવર જેવી ગંભીર બીમારીથી પીડિતા લોકો, ગર્ભવતી મહિલા, સ્તનપાન કરાવતી માતાઓને બહાર જતી વખતે માસ્ક પહેરવા માટે સુચના આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર હાલની સ્થિતિએ વધારે ગભરાવાની જરુર નથી અને પ્રતિબંધ લગાવવાની જરુરત જણાતી નથી, પરંતુ કેરલ અને તમિલનાડુ રાજ્યના નજીકના જિલ્લાઓને સાબદા રહેવા તાકીદ કરાઈ છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન લોકોને ખાસ સાવચેતી રાખવા માટે અપીલ કરાઈ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝરેશનના મતે વિશ્વમાં એક મહિનામાં કોરોનાના કેસમાં 52 ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. 19મી નવેમ્બરથી 17મી ડિસેમ્બર સુધીના સમયગાળામાં 8.50 લાખ કેસ નોંધાયાં હતા અને 3 હજાર વ્યક્તિઓના મોત થયાં હતા. જે એક મહિના દરમિયાન મૃત્યુદર 8 ટકા ઘટ્યો છે. ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1ને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને એક જ દિવસમાં નવા વેરિએન્ટના 22 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા.