Site icon Revoi.in

પડકાર અને સમસ્યાઓને અવસરમાં બદલી જાણે તે જ લીડરઃ નીતિન ગડકરીનો મંત્ર

Social Share

દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પોતાની બેબાકી અને ગુણવત્તા પૂર્ણ કામનેને લઈને જાણીતા છે. માર્ગના કોન્ટ્રક્શનમાં ગુણવત્તામાં કોઈ સમાધાન તેમને પસંદ નથી. જે માટે ટેસ્ટીંગ પણ પોતાના અલગ અંદાજમાં કરે છે. એવો જ એક ટેસ્ટ તેમણે આજથી વર્ષો પહેલા મુંબઈ-પૂના એક્સપ્રેસમાં કર્યું હતું. જ્યારે તેમણે 130 કિમિ પ્રતિ કલાકની ઝડફથી દોડતી કારમાં ચા પીધી હતી.

નિતિન ગટકરી વર્ષ 1996થી 1999 સુધી મહારાષ્ટ્રમાં PWDમાં મંત્રી હતા. આ દરમિયાન 1998માં મુંબઈ-પૂના એક્સપ્રેસ વેનું કામ શરૂ થયું હતું. આ હાઈવેના કન્સ્ટ્રક્શનમાં ગડકરીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, મુંબઈ-પૂના એકસપ્રેસ હાઈવે 1998માં બન્યો હતો. તે સમયે એક સેક્શન ચેક કરવા ગયો હતો. તેમની સાથે હિન્દુસ્તાન કંસ્ટ્રક્શન કંપનીના માલિક અજીત ગુલાબચંદ પણ હતા. ગડકરીએ તેમને કહ્યું હતું કે, જ્યારે ગાડીની સ્પીડ 120-130 કિમી પ્રતિકલાક હશે ત્યારે જ ચા પીધી હતી અને ચા નીચે પડી ન હતી. એનો અર્થે એવો થયો કે રોડ યોગ્ય છે. ગડકરીએ થર્મસમાંથી ચા કપમાં કાઢીને પીધી હતી.

ગડકરીએ વધુમાં કહ્યું કે, તાજેતરમાં જ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું નિરિક્ષણ કર્યું અને ટેસ્ટ માટે રોડ ટ્રીપ કરી હતી. આ હાઈવે પર તેમણે ગાડીની સ્પીડ વધારીને 180 કિમી પ્રતિકલાક સુધી કરાવી હતી. આ સ્પીડમાં અંદર બેઠેલો લોકોને કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો ન હતો. જો કામ કરીએ તો પડકારો અને સમસ્યાઓ તો રહેશે. આપણે સમસ્યા અને પડકારોએ બદલવાનો છે. આ જ લીડરશીપ છે.