Site icon Revoi.in

આ દેશનો પાસપોર્ટ છે દુનિયાનો સૌથી પાવરફુલ,જાણો શું છે ભારતનું રેન્કિંગ?

Social Share

જો તમે પણ પાસપોર્ટનો ઉપયોગ કરો છો.તો વિશ્વના કોઈપણ દેશમાં પ્રવેશ માટે એક દસ્તાવેજની જરૂર હોય છે, જે પાસપોર્ટ તરીકે ઓળખાય છે. પાસપોર્ટ વગર બીજા દેશમાં મુસાફરી ગેરકાયદેસર ગણવામાં આવે છે.વર્ષ 2022ના પાસપોર્ટની રેન્કિંગ સામે આવી છે, જેમાં અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો છે, જ્યારે પાકિસ્તાનનું રેન્કિંગ 109 છે.જોકે આની ઉપર શ્રીલંકા અને ભારતના પાસપોર્ટ છે.ભારતનો પાસપોર્ટ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતા ઘણો સારો છે.

દેશનો પાસપોર્ટ જેટલો પાવરફુલ હોય છે, તે પ્રમાણે સુવિધાઓ પણ આપવામાં આવે છે. લંડનની ઈમિગ્રેશન કન્સલ્ટન્સી હેનલી એન્ડ પાર્ટનર્સે વિશ્વમાં પાસપોર્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ભારત સહિત 199 દેશોના શક્તિશાળી અને નબળા પાસપોર્ટની માહિતી આપવામાં આવી છે. આ રેન્કિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા ડેટા પર આધારિત છે.

આ મામલામાં ભારતનો પાસપોર્ટ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતા ઘણો સારો છે. ભારતનો પાસપોર્ટ રેન્કિંગ 87 છે અને ભારતના નાગરિકો વિઝા વિના 60 દેશોમાં મુસાફરી કરી શકે છે. ભારતની સાથે અન્ય બે દેશ મોરિટાનિયા અને તાજિકિસ્તાન પણ 87માં ક્રમે છે.

હેનલી દ્વારા જારી કરાયેલ પાસપોર્ટ રેન્કિંગ અનુસાર સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાપાનનો છે, જેને વિઝા વિના 193 દેશોમાં જવાની મંજૂરી છે.બીજા ક્રમે બે દેશ છે – સિંગાપુર અને દક્ષિણ કોરિયા.આ પછી ત્રીજા ક્રમે જર્મની અને સ્પેન, ચોથા પર ફિનલેન્ડ, ઈટાલી અને લક્ઝમબર્ગ છે. પાંચમા અને છઠ્ઠા ક્રમે ચાર દેશો છે. ટોપ 10માં યુકે, બેલ્જિયમ, નોર્વે, ન્યુઝીલેન્ડ અને ગ્રીસ જેવા દેશોનો સમાવેશ થાય છે.

પાસપોર્ટ રેન્કિંગમાં અફઘાનિસ્તાન ખૂબ જ ખરાબ છે. અફઘાનિસ્તાનનો પાસપોર્ટ 112મા ક્રમે સૌથી નીચે છે અને પાકિસ્તાનથી તેનું અંતર માત્ર બે દેશો છે. પાકિસ્તાનનું રેન્કિંગ 109 છે. 110મા ક્રમે સીરિયા અને 111મા ક્રમે કુવૈત છે.

 

Exit mobile version