Site icon Revoi.in

ભારતીયો માટે કૈલાશ માનસરોવરની યાત્રા થઈ મોંધી, ચીને વધારી યાત્રા ફી નિયમો પણ આકરા કર્યા

Social Share

દિલ્હીઃ- ચીન હંમેશાથી ભારત સાથે આડુ ચાલતું આવ્યું છે. ચીન અને ભારતના સંબંધો હંમેશા વિવાદમાં રહેલા છે તણાવપૂર્ણ સ્થિતિને લઈને ભારત સાથે ચીનનું વર્તન ઠીક હોતુ નથી ત્યારે હવે ચીને ભારતીયો માટે કૈલાશ માનસરોવર યાત્રાના ચાર્જમાં વધારો કર્યો છે.ચીન ક્યારેય તેની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી તે વાત તેણે ફરી સાબિત કરી બતાવી છે.

ચીનની સરકારે કૈલાશ-માનસરોવર યાત્રાનો ખર્ચ વધારી દીધો છે. આ સાથે તેણે કેટલાક નિયમો ખૂબ કડક બનાવ્યા છે. ભારતીય નાગરિકોએ હવે કૈલાશ-માનસરોવરની મુલાકાત લેવા માટે ઓછામાં ઓછા હવે 1 લાખ 85 હજાર રૂપિયા ખર્ચવા પડશે. સામાન્ય ભારતીય માટે આટલી મોટી રકમ ચૂકવવી મુશ્કેલ છે. ચીન દ્વારા જાહેર કરાયેલા વિઝાની નવી કિંમતે નેપાળના ટૂર ઓપરેટરોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ત્રણ વર્ષ સુધી બંધ રહ્યા બાદ ચીનની સરકારે નેપાળ-ચીન બોર્ડર પર કૈલાશ માનસરોવર તીર્થયાત્રા માટે અનેક પોઈન્ટ ફરીથી ખોલ્યા છે. જો કે, નેપાળના મીડિયાએ અહેવાલ આપ્યો છે કે નવા પ્રતિબંધો, પ્રવાસીઓ અને ટૂર ઓપરેટરો બંને માટે મુસાફરી પરમિટની ઊંચી કિંમત કૈલાશ માનસરોવરની મુલાકાતીન  નિરાશ કરશે.

જો આકરા નિયમો વિશે વા તકીએ તો ચીનના જણાવ્યા મુજબ ચી હવે દરેક મુસાફરને કાઠમંડુ બેઝ પર જ પોતાની વિશિષ્ટ ઓળખ કરાવવી પડશે. આ માટે ફિંગરપ્રિન્ટ્સ અને આંખોના કિકઓનું સ્કેનિંગ કરવામાં આવશે

નેપાળી ટૂર ઓપરેટરોનું કહેવું છે કે વિદેશી તીર્થયાત્રીઓ, ખાસ કરીને ભારતીયોના પ્રવેશને મર્યાદિત કરવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. તેના નિયમો ચીન સરકાર દ્વારા ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે. આ સાથે પ્રવાસની અનેક પ્રકારની ફી લગભગ બમણી થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે સીમા પર અથડામણ અને બંને દેશોમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે કૈલાશ-માનસરોવર યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચીનની સરકારે હિન્દુ અનુયાયીઓની બહુપ્રતીક્ષિત યાત્રાને ત્રણ વર્ષ માટે બંધ જ રાખી હતી. જોકે, દિલ્હી-ગોવામાં ભારત-રશિયા અને ચીનની આગેવાની હેઠળની સંસ્થા SCOની સમિટ બાદ ચીને હવે કૈલાશ-માનસરોવર યાત્રા માટે વિઝા આપવાનું શરુ કરીલ દીધુ છે જો કે આ યાત્રાનો ચાર્જ પહેલાની સરખામણીમાં ડબલ પ્રમાણમાં વસુલવામાં આવી રહ્યો છે.