Site icon Revoi.in

સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવાથી આંખો નબળી પડવાની શક્યતાઓ

Social Share

નવી દિલ્હીઃ આજકાલ વડીલોથી લઈને નાના બાળકો સુધી દરેક કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. કલાકો સુધી સ્માર્ટફોનના ઉપયોગને કારણે લોકોને આંખો નબળી પડી જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. અસ્પષ્ટ દ્રષ્ટિ, આંખોમાં બળતરા અને આંખો લાલ થવાની સમસ્યા છે. મોબાઈલ ચલાવવો તમારા માટે એટલું ખતરનાક બની શકે છે કે, તે તમારી આંખોની રોશની પણ છીનવી શકે છે (ઈમ્પ્રુવ આઈસાઈટ). સ્માર્ટફોનની સ્ક્રીનમાંથી નીકળતો પ્રકાશ સીધો તમારી આંખો પર પડે છે, જે આંખોને ઘણી અસર કરે છે.

ફોનનો વધારે વાપરવાથી આંખો પર તાણ આવે છે. જેના કારણે આંખોમાં રહેલી ભેજ સુકાઈ જાય છે. જ્યારે આંખો સૂકી થઈ જાય છે ત્યારે ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ શરૂ થાય છે. સ્માર્ટફોનના ઉપયોગને કારણે આંખના રેટિના પર સીધી અસર થાય છે. આવી સ્થિતિમાં આંખ ઝડપથી બગડે છે અને ચશ્મા પહેરવામાં આવે છે. કલાકો સુધી ફોનનો ઉપયોગ કરવાને કારણે આંખોનો સફેદ ભાગ લાલ થવા લાગે છે અને આંખો સૂજી ગયેલી દેખાય છે.

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે અને કરોડો લોકો કલાકો સુધી સ્માર્ટફોનમાં સમય વિતાવે છે. સ્માર્ટફોનને કારણે આંખોની સમસ્યાની સાથે અન્ય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મોબાઈલ ફોનનો વધારે વપરાશથી માનસિક અસર પણ થઈ શકે છે. રાજસ્થાનમાં તાજેતરમાં જ ઓનલાઈન ગેમિંગને કારણે એક સગીરની માનસિક હાલત ખરાબ થયાનું સામે આવ્યું છે.