Site icon Revoi.in

ક્રિકેટના મેદાનમાં સ્ટંપિંગના બહાને રિવ્યુ લેતા વિકેટ કીપરોની હવે નહીં ચાલે ચાલાકી, નિયમમાં થયો ફેરફાર

Social Share

નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રારંભ સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટના નિયમોમાં પણ અનેક નવા ફેરફાર કરવામાં આવ્યા છે, આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સ્ટંપિંગના રિવ્યુ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. હવે આ રિવ્યુહમાં માત્ર સાઈટ-ઓન કેમેરા મારફતે રિપ્લે જોઈને એમ્પાયર માત્ર સ્ટંપિંગ અને ચેક કરશે, બેટની કિનારી લાગી છે કે કેમ તેની તપાસ કરવામાં નહીં આવે. આ નવા સિસ્ટમને પગલે વિકેટ કીપર સ્ટંપિંગના બહાને કેચ આઉટનો રિવ્યુહ નહીં લઈ શકે.

એક રિપોર્ટ અનુસાર, ક્રિકેટના મેદાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વિકેટ કીપરો સ્પિન બોલરોની ઓવરમાં બોલ બેટની એકદમ નજીકથી પસાર થાય તેવા સમયે સ્ટંપિંગ કરે છે. જેથી એમ્પાયરોએ રિવ્યુ લેવો પડે છે. આમ ફિલ્ડીંગ ટીમ ચાલાકીથી ડીઆરએસ લીધા વિના બોલ બેટને ટચ થયો છે કે કેમ ચેક કરાવે છે. આવુ અનેકવાર જોવા મળ્યું છે. જો કે, વિકેટકીપર આ ચાલાકીનો ઉપયોગ નહીં કરે. નવી નિયમ અનુસાર સ્ટંપિંગ રિવ્યુમાં માત્ર સ્ટંપિંગ અંગે ચેક કરવામાં આવશે. આઈસીસી દ્વારા અન્ય કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેથી હવે ત્રીજો એમ્પાયર માત્ર ફ્રંટ ફુટ ઉપરાંત તમામ પ્રકારના ફુટ ફોલ્ટ પણ નો બોલ માટે જોઈ શકશે.

આગામી દિવસોમાં આઈસીસી ટી20 વિશ્વકપ યોજાશે. જેને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે જો કે, હજુ સુધી વિશ્વકપને લઈને કોઈ શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યો નથી. જેથી આગામી દિવસોમાં સત્તાવાર રીતે શિડ્યુઅલ જાહેર કરવામાં આવશે. પરંતુ વિશ્વકપને લઈને વિવિધ દેશોની ટીમોએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે.