Site icon Revoi.in

રણબીર કપૂરની ફિલ્મ એનિમલનું પ્રી-ટીઝર રિલીઝ થયું

Social Share

મુંબઈ : રણબીર કપૂરની ‘એનિમલ’ને લઈને દર્શકોમાં એક અલગ જ ક્રેઝ છે. આ ફિલ્મ એટલા માટે પણ ચર્ચામાં રહી છે કારણ કે રણબીર તેમાં લેખક-દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા સાથે કામ કરી રહ્યો છે. હવે ફિલ્મ વિશે વધુ એક રોમાંચક અપડેટ આવ્યું છે જે ચોક્કસપણે ચાહકોને ઉત્સાહિત કરી રહ્યું છે. ફિલ્મનું પ્રી ટીઝર રિલીઝ થઈ ગયું છે.

રણબીર કપૂર અભિનીત આગામી ફિલ્મ ‘એનિમલ’નું પ્રી-ટીઝર રવિવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં રણબીર ગોલ્ડન માસ્ક પહેરેલા કેટલાક લોકો અને તે જૂથના સરદાર સાથે લડતો જોવા મળે છે. ટીઝરમાં અભિનેતાનો ચહેરો સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવ્યો નથી. તે હાથમાં કુહાડી લઈને પોતાનો ગુસ્સો બહાર કાઢે છે અને એકલા હાથે ગેંગના સભ્યોને મારવાનું શરૂ કરે છે.

આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે, જેઓ ‘કબીર સિંહ’ અને ‘અર્જુન રેડ્ડી’ના નિર્દેશન માટે જાણીતા છે. તેમાં અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ છે. ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારની ટી-સિરીઝ, મુરાદ ખેતાનીના સિને1 સ્ટુડિયો અને પ્રણય રેડ્ડી વાંગાની ભદ્રકાલી પિક્ચર્સ દ્વારા નિર્મિત, ‘એનિમલ’ 11 ઓગસ્ટ 2023ના રોજ સ્ક્રીન પર આવશે. તે 5 ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમમાં રિલીઝ થશે. તે વધુ બે મોટી ફિલ્મો ‘ગદર 2’ અને ‘OMG 2’ ને ટક્કર આપશે.

નવા વર્ષના ખાસ અવસર પર ‘એનિમલ’નો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો હતો અને લોકોમાં જબરદસ્ત ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સાથે અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે.