Site icon Revoi.in

નેશનલ હાઈવે પરના દબાણો દૂર કરાશે, એક્શન પ્લાન તૈયાર કરાયો

Social Share

નવી દિલ્હીઃ હાઇવે એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ “ફક્ત કાગળ પર” ચલાવવામાં આવે છે, તેવી સુપ્રીમ કોર્ટે ટીકા કર્યા બાદ માર્ગ પરિવહન મંત્રાલય એક્શનમાં આવ્યું છે. મંત્રાલયે તમામ સંબંધિત અધિકારીઓને અતિક્રમણ અને અનધિકૃત કબજાને શોધવા માટે રસ્તાના ભાગોનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. એક નિર્દેશમાં, મંત્રાલયે અધિકારીઓ માટે આવા અતિક્રમણને દૂર કરવા માટે હાઇવે પ્રબંધકોને નિર્દેશ આપવાનું “ફરજિયાત” બનાવ્યું છે.

એક પીઆઈએલની સુનાવણી દરમિયાન આદેશ પસાર કરતા, સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે હાઈવે વહીવટીતંત્રના અધિકારક્ષેત્ર હેઠળ હાઈવેના સર્વેક્ષણ માટે કોઈ મશીનરી બનાવવામાં આવી નથી. જેથી હાઈવેની જમીન પર કોઈ અનધિકૃત બાંધકામ કે અનધિકૃત કબજો છે કે કેમ તે જાણી શકાય. સરકારના સોગંદનામાને ધ્યાનમાં લીધા પછી, કોર્ટે કહ્યું હતું કે “એવું લાગે છે કે મશીનરી માત્ર કાગળ પર ઉપલબ્ધ છે”.

મંત્રાલયના તાજેતરના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રીય ધોરીમાર્ગો અનધિકૃત અતિક્રમણથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરવા માટે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે મંત્રાલયના નિરીક્ષણ અધિકારીઓ અને તેની અમલીકરણ એજન્સીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિરીક્ષણ દરમિયાન અનધિકૃત અતિક્રમણ શોધવાની જરૂર પડશે.” નિરીક્ષણ નોંધમાં અનધિકૃત અતિક્રમણની હકીકત અને હદનો ઉલ્લેખ કરવો ફરજિયાત રહેશે અને બિનઅધિકૃત અતિક્રમણ દૂર કરવા માટે નિયુક્ત હાઇવે વહીવટીતંત્રને પણ નિર્દેશ કરવો પડશે.”

નેશનલ હાઈવેઝ (લેન્ડ એન્ડ ટ્રાફિક) એક્ટ હેઠળ, હાઈવે મંત્રાલયે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના તમામ પ્રોજેક્ટ ડિરેક્ટરો, જનરલ મેનેજર અને નેશનલ હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (NHIDCL) ના ડેપ્યુટી જનરલ મેનેજર અને એક્ઝિક્યુટિવને આદેશ જારી કર્યા છે.

(PHOTO-FILE)