Site icon Revoi.in

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈડ કરવા માટેની કિંમત થઈ નક્કી , જાણો કેટલું ચૂકવવુ પડશે પેમેન્ટ

Social Share

દિલ્હીઃ- ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકને લઈને પૈસાની ચૂકવણી કરવાની શરુઆચની જાહેરાત કરવામાં આવી હતી જો કે તે માટેની કિંમતો નક્કી નહોતી કરાઈ ત્યારે હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકની કિમંતો નક્ચૂકી કરાઈ ચૂકી છે.

 પ્રાપ્ત વિગત પ્રમાણે બ્લુ ટીક વેરિફિકેશન માટે હવે  મેટા ઇન્ક એટલે કે ફેસબુકની માલિકીની કંપની  પેઈડ સર્વિસ શરુ કરી દીધી છે.એટલે કે હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના યુઝર્સ પૈસા ચૂકવીને પોતાનું એકાઉન્ટ વેરીફાઈ કરી શકશે.અત્યાર સુધી આ સર્વિસ ફ્રી હતી.મેટાએ તાજેતરમાં તેનું સબસ્ક્રિપ્શન મોડલ યુએસમાં લોન્ચ કર્યું છે.

જો કે મેટા વેરિફિકેશન હાલમાં 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યવસાયો અને વ્યક્તિઓ માટે ઉપલબ્ધ નથી. મેટાએ યુઝર્સને વેઇટલિસ્ટમાં જોડાવા માટે પણ અપીલ કરી છે. આ સુવિધા METAની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

યુએસ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ હવે 11.99 ડોલર  માસિક ફી ચૂકવીને તેમના એકાઉન્ટને નવેરિફાઈડ કરાવી શકે છે, જે લગભગ ઈન્ડિયાના રૂ. 990 થાય  છે, જોકે આ ફી મોબાઇલ માટે છે. વેબ વર્ઝનની ફી 14.99 ડોલર  એટલે કે લગભગ 1,240 રૂપિયા રાખવામાં આવી છે.

ત્યાર બાદ હવે મેટા વેરિફાઈડની ભારત દેશની કિંમત સામે આવી છે. મેટાનું વેરિફિકેશન મોડલ ટ્વિટરના સબસ્ક્રિપ્શન મોડલ, ટ્વિટર બ્લુ પર આધારિત છે. મેટા વેરિફાઈડ હેઠળ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને સરકારી આઈડી કાર્ડ આપીને વેરિફાઈ કરી શકાય છે.  ભારતીય યુઝર્સને દર મહિને 1 હજાર 450 રૂપિયા ચૂકવવા પડશે. આ કિંમત મોબાઇલ સંસ્કરણ માટે છે. આ પૈસા આપીને તમે તમારા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંને એકાઉન્ટને વેરિફાઈ કરી શકો છો. વેબસાઇટ અથવા વેબ વર્ઝન માટે ભારતના લોકોએ 1 હજાર 99 રૂપિયા ખર્ચવા પડશે.