Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે મંડપ, ભોજન, પોસ્ટર્સ બેનર્સના ભાવ નક્કી કરાયાં

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યભરમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે કોઈપણ નિર્ણય ચૂંટણી પંચને પૂછીને કરવો પડે છે. દરમિયાન ચૂંટણી પંચે ઉમેદવારો માટે પણ ખર્ચની મર્યાદા નક્કી કરી છે. ઉમેદવોરો 40 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. જેમાં ઉમેદવારો મંડપ, ફર્નિચર, ભોજન, ચા નાસ્તો, હોટલના રૂમ,  પોસ્ટર્સ, બેનર વિડીયોગ્રાફી, અખબારો અને ટીવી ચેનલોમાં જાહેરાત, વાહનો, હેલિકોપ્ટર વગેરેમાં ભાવો નિયત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે ખર્ચ સંબંધિત તમામ ભાવો રાજકીય પક્ષોને મોકલી આપ્યા છે. પંચે પેઇડ ન્યૂઝ સંબંધિત તમામ બાબતોનું પણ વિશેષ ધ્યાન રાખ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચે અગાઉ ભાવો નક્કી કરવા અંગે જેતે વિભાગ પાસેથી  નિયત દરો મંગાવ્યા હતા. જેમાં સરકારના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા જે ભાવો નક્કી કરવામાં આવ્યા છે તેમાં ચા કોફીના ભાવો સરખા રાખીને 10₹ રૂપિયા જ્યારે દૂધના ₹30, સાદી ગુજરાતી થાળી100 જ્યારે મીઠાઈ ફરસાણ સાથે 115, બ્રેડ બટર 25, કોર્ન ફ્લેક્સ 30, બિસ્કીટ એક પ્લેટ 20, મિનરલ વોટરની એક બોટલ 15, બટાકા પૌવા એક ડિસ 25, ઉપમા એક ડિસ 25, દહી છાશ 150 ml- 10, લીંબુ પાણી 15, ભજીયા 100 gm ના 25, બટાકા વડા 100 ગ્રામના 25, આલુ પરોઠા બે નંગ દહી સાથે 40, મેથીના થેપલા દહીં સાથે 35, સૂકીભાજી પરોઠા બે નંગ પુરી શાક સાથે 40, પંજાબી સમોસા બેનંગ 30, કટલેસના 2 નંગના 30, 20 લીટર મિનરલ વોટર કેનના 55, નિયત કરાયા છે.

આ ઉપરાંત હોટલમાં રહેવા માટે સિંગલ બેડના 1080 નોન એસીના 720, ડબલ બેડના એસી 1440, નોનએસી 960, કુટુંબના બે કરતા વધારાના પ્રત્યેક સભ્ય માટે અનુક્રમે 540 અને 300 નક્કી કરાયા છે.જ્યારે વિડીયોગ્રાફી માટે ત્રણ કલાકના 149, 3 થી 6 કલાકના 449, 6 કલાકથી 12 કલાકના 1790, 12 કલાકથી 24 કલાકના 2000 નિયત કરાયા છે. ફોટોગ્રાફી માટે એક કલાક સુધીના ₹900, 1 થી 4 કલાકના 1800 રૂપિયા જ્યારે આઠ કલાક સુધીના 2700રૂપિયા નિયત કરાયા છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે ફોટોગ્રાફી -વિડીયોગ્રાફીના ભાવ અલગથી નક્કી કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ઉમેદવારોના સ્થાનિક અને રાષ્ટ્રીય સમાચાર પત્રોમાં જાહેરાત આપવા માટે માન્ય દૈનિક અને સાપ્તાહિકોની જાહેરાતોના ભાવ નિયત કરાયા છે. ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરી માટે વાહનોના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કારના ફોર્ચ્યુંર કારથી માંડી મારુતિ ઈકો સુધી 55 થી 12 રૂપિયા સુધીના ભાવ પ્રતિ કિલોમીટર એ નક્કી કરાયા છે. જ્યારે રિક્ષાના 13 રૂપિયા ભાવ નિયત કરાયા છે. તેમજ ચૂંટણી પંચે હેલિકોપ્ટરનો ખર્ચ પણ નિયમ અનુસાર કરવા નિર્દેશ કર્યા છે. જેમાં હેલિકોપ્ટરના સિંગલ એન્જિનથી ટ્વીન એન્જિન હેલિકોપ્ટરના ભાવ 1.20 લાખથી 4.25 લાખ પ્રતિ કલાકના નિયત કરાયા છે. જ્યારે એરક્રાફ્ટના 1.65 થી 4.70 લાખના ભાવ નિયત કરાયા છે.