Site icon Revoi.in

વડાપ્રધાને બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ જાદુમની સિંહ માંડેંગબામને અભિનંદન પાઠવ્યા

Social Share

નવી દિલ્હી, 02 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 55 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં રજત પદક જીતવા બદલ જાદુમણી સિંહ માંડેંગબામને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે જાદુમણીની સફળતા તેમના સાહસ, શિસ્ત અને દ્રઢ નિશ્ચયને પ્રતિબિંબિત કરે છે.

મોદીએ પુરુષોની શોટ પુટ F-57 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ શુભમ જુયાલને પણ અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને શુભમ જુયાલની ઉત્કૃષ્ટ તકનીક અને રમત પ્રત્યેના તેમના સમર્પણની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાને જમ્પ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સેલ્વા પ્રભુ થિરુમારનને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે થિરુમારને આ મેડલ જીતવા માટે તેમનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ જમ્પ (પર્સનલ બેસ્ટ જમ્પ) નોંધાવ્યો હતો.

મોદીએ પુરુષોની ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રવીણ ચિત્રવેલને પણ અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને તેમની રમતગમતની કારકિર્દીમાં વ્યક્તિગત શ્રેષ્ઠ જમ્પ હાંસલ કરવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

વડાપ્રધાને તમામ ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી.

વધુ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ: દસમા દિવસે વિવિધ સ્પર્ધાઓમાં 16 મેડલ જીત્યા બાદ ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને પહોંચ્યું

Exit mobile version