Site icon Revoi.in

નેપાળના પ્રધાન મંત્રી ભારતની 4 દિવસના પ્રવાસે – આજે પીએમ મોદી સાથે કરશે મુલાકાત, અનેક મુદ્દાઓ પર થશે વાતચીત

Social Share

દિલ્હીઃ- પાડોશી દેશ નેપાળના વડાપ્રધાન ભારતની ચાર દિવસીય મુલાકાતે વિતેલા દિવસે આવી પહોચ્યા હતા અહી  બપોરે દિલ્હી પહોંચ્યાના બાદ  પ્રચંડે નેપાળ દૂતાવાસમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે બંને પક્ષો સમગ્ર સંબંધોને વિસ્તૃત કરવા આતુર છે.

આ સાથે જ આજરોજ નેળાના પ્રધાનમંત્રી પ્રચંડ પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છએ આ દરમિયાન અનેક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવી શકે છે આ મુલાકાત બન્ને  દેશઓ વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવાના હેતુંથી યોજાઈ રહી છે આ સાથએ જ કહેવામાં આવી રહ્યું છે કે પ્રચંડની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ખટાશ ઓછી કરવાના પુરા પ્રયત્નો કરશે. દ્વિપક્ષીય વાટાઘાટોમાં બંને દેશો સરહદ વિવાદ પર ગંભીર ચર્ચાથી દૂર રહેશે.

નેપાળના પીએમની આ મુલાકાત નેપાળ અને બાંગ્લાદેશ વચ્ચે ભારત મારફતે ઉર્જા વેપારના માર્ગો ખુલ્લા મૂકશે. ભારત નેપાળ ટીવીને પોતાની તરફ પ્રસારિત કરવાની મંજૂરી આપશે. નેપાળમાં બે પેટ્રો પાઈપલાઈનનું નિર્માણ અને વિસ્તરણ, ચાદાની-દોધરા ક્ષેત્રમાં ડ્રાય પોર્ટનું નિર્માણ, ભૈરહવા ખાતે નવી ચેકપોસ્ટ, નેપાળગંજ ખાતે સંકલિત ચેકપોસ્ટ, બિરાટનગરમાં રેલ યાર્ડ બાંધકામ જેવા અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવે તેવી શક્યતાો છે.

આ સાથે જ તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પણ મળ્યા હતા , ભારત-નેપાળ સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં વિદેશ સચિવ વિનય ક્વાત્રા પણ હાજર હતા. તેમણે  કહ્યું કે અમે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. પ્રચંડના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.

જાણકારી પ્રમાણે પ્રચંડ દ્વિપક્ષીય વાટાઘાટો બાદ શુક્રવારના ઈન્દોર પણ જવાના છે તે જ દિવસે, તેમની પુત્રી ગંગા અને પ્રતિનિધિમંડળના સભ્યો સાથે, તેઓ મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પણ જશે. પરત ફર્યા બાદ પ્રચંડ ઈન્દોરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની સાથે TCS અને ઈન્ફોસિસના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની પણ મુલાકાત લેશે. આ યાત્રા 3 જૂને સમાપ્ત કરવાના છે.