Site icon Revoi.in

જીવતા વાંદરાને ગળવુ અજગરને પડ્યું ભારે, વાંદરો નીકળ્યો કિસ્મતનો ધની

Social Share

અમદાવાદઃ અજગર શ્વાન અને બકરી સહિતના પશુઓને ગળી જવાના બનાવો અવાર-નવાર સામે આવે છે જો કે, વડોદરામાં એક વાંદરાને ગળી જવાનું અજગરને ભારે પડ્યું હતું. વાંદરાને જીવતો ગળી ગયા બાદ અજગરની હાલક કફોડી બની હતી. જો કે, વનવિભાગે અજગરના પેટમાંથી વાંદરાને જીવતો કાઢીને બંનેને બચાવી લીધા હતા. હાલ બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં એક વિશાળકાય અજગર એક વાંદરાને ગળી ગયો હતો. આ અંગેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા. વાંદરાને ગળી ગયા બાદ અજગરની હાલત નાજુક થઈ ગઈ હતી. બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિકોએ વનવિભાગનો સંપર્ક કર્યો હતો. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી વનવિભાગની ટીમે ભારે જહેમત બાદ અજગરના પેટમાંથી વાંદરાને જીવીત હાલતમાં કાઢ્યો હતો. જો કે, હજુ બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. તેમજ બંનેની સારવાર શરૂ કરવામાં આવી હતી. બંનેની હાલતમાં સુધારો થયો બાદ તેમને ફરીથી વનવિભાગ દ્વારા જંગલમાં છોડી દેવામાં આવશે. જો કે, આ બનાવમાં વાંદરો કિસ્મતનો ધની નીકળ્યો હતો. સામાન્ય રીતે અજગર કોઈ પણ પ્રાણીને ગળી જાય તો તેનું બચવું મુશ્કેલ હોય છે. પરંતુ આ બનાવમાં વાંદરાને જીવીત હાલતમાં જ અજગરના પેટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.