1. Home
  2. Tag "monkey"

લો બોલો, પાકિસ્તાનની કોર્ટમાં બે આરોપી સાથે 14 વાનરોને રજુ કરાયાં

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરતા પાકિસ્તાનમાં એક હાસ્યાસ્પદ ઘટના સામે આવી છે. કરાચીમાં જાનવરોની તસ્કરીના કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને તપાસનીશ એજન્સીએ કોર્ટમાં રજુ કર્યાં હતા. એટલું જ નહીં આરોપીઓની સાથે 14 વાનરોને પણ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. બંને આરોપીઓને કપિરાજોની તસ્કરીના કેસમાં જ ઝડપી લેવામાં આવ્યા હતા. કરાચીની કોર્ટમાં આરોપીઓ સાથે રજુ કરાયેલા […]

વાઘોડિયામાં તોફાની વાનરે અનેક લોકોને બચકા ભરતા ભયનો માહોલ

વડોદરાઃ વાઘોડિયામાં એક તોફાની વાનરે જે સામે મળે તેની પર હુમલો કરી અનેકને ઘાયલ કરતાં અફરા તફરી મચી હતી. અનેક વિસ્તારોને બાનમાં લેતા ગામમાં સોપો પડી ગયો હતો. કપિરાજને પાંજરે પુરવા વનવિભાગને જાણ કરાઈ હતી. વાનરના આતંકથી લોકો ઘરમા પુરાઈ ગયા હતા. વાઘોડિયાના અનેક વિસ્તારોમાં તોફાન મચાવી હુમલો કરતા વાનરે એક મહિલા, એક વૃદ્ધ અને […]

જીવતા વાંદરાને ગળવુ અજગરને પડ્યું ભારે, વાંદરો નીકળ્યો કિસ્મતનો ધની

વાંદરાને અજગરના પેટમાંથી જીવીત બહાર કઢાયો બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે બંનેની હાલતમાં સુધારો થયા બાદ જંગલમાં છોડાશે અમદાવાદઃ અજગર શ્વાન અને બકરી સહિતના પશુઓને ગળી જવાના બનાવો અવાર-નવાર સામે આવે છે જો કે, વડોદરામાં એક વાંદરાને ગળી જવાનું અજગરને ભારે પડ્યું હતું. વાંદરાને જીવતો ગળી ગયા બાદ અજગરની હાલક કફોડી બની હતી. […]

જૂના અમદાવાદમાં કપિરાજનો ખોફઃ 18 લોકોને ભર્યા બચકા

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં કપિરાજો પણ તરખાટ મચાવી રહ્યા છે. જેમાં રિલીફ રોડ, ખાડિયા અને ઘી કાંટા વિસ્તારમાં રહેતા લોકો અને વેપારીઓ છેલ્લા 10 દિવસથી હુમલાખોર વાનરના ત્રાસથી હેરાન થઈ ગયા છે. દરરોજ એક વ્યક્તિ આ વાનરના હુમલાનો શિકાર બની રહ્યો છે. વન વિભાગની ટીમને આ મામલે જાણ કરવામાં આવી છે. પરંતુ વન વિભાગની ટીમ […]

ગાંધીનગરના સેકટર-29માં વાનરોનો આતંક, પાંચ લોકોને બચકા ભર્યા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરનાં સેકટર-29 વસાહતમાં છેલ્લા ઘણા દિવસોથી વાંદરાઓનાં ઝૂંડે આતંક મચાવી મહિલા સહિત પાંચ લોકો ઉપર જીવલેણ હુમલો કરતા બાળકો સહિત સૌ કોઈમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. અચાનક આવી ચડેલા વાંનરોએ હુમલા કરી પાંચ લોકોને બચકા ભર્યા હતા. જે પૈકી મહિલાને ગાંધીનગર સિવિલમાં 15 ટાંકા લેવાની પણ ફરજ પડી હતી. ગાંધીનગર શહેરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code