Site icon Revoi.in

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.6 ની તીવ્રતા નોંધાઈ  

Social Share

દિલ્હી:પાકિસ્તાનના ઉત્તરીય ભાગમાં શુક્રવારે રાત્રે 5.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં 5.6ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં 100 કિલોમીટરની ઊંડાઈએ હતું.પેશાવર, માનશેરા, બાલાકોટ અને ચારસદા સહિત ખૈબર-પખ્તુનખ્વાના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પહેલા 1 જાન્યુઆરીએ પાકિસ્તાનમાં પણ 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.પાકિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ આંચકા પ્રાંતની રાજધાની પેશાવરમાં પણ અનુભવાયા હતા, જેના કારણે અહીં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદે લગભગ સાંજે 6.15 કલાકે આવ્યો હતો, જેમાં સ્વાત, પેશાવર, લોઅર દીર, સ્વાબી, નૌશેરા, ચિત્રાલ, મર્દાન, બાજૌર, મલકાંદ, પબ્બી, અકોરા, ઈસ્લામાબાદ રાજધાની અને તેના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા.તો, 8 ડિસેમ્બરે કરાચીના ભાગોમાં 4.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.