Site icon Revoi.in

‘પઠાણ’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ -શાહરૂખ ખાને આ ફિલ્મને ખાસ દિવસે રિલીઝ કરવાની કરી જાહેરાત

Social Share

 

મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી શાહરુખ કાનની ફિલ્મ પઠાણ ચર્ચામાં છે ત્યારે આજરોજ અભિનેતાએ આ ફિલ્મની રિલીઝ લઈને મોટી જાહેરાત કરી છે. ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. 

જાણકારી પ્રમાણે બોલિવૂડમાં 30 વર્ષ પૂર્ણ કરવા પર શારહુખ ખાને તેના ચાહકોને એક ખાસ ભેટ આપતા તેની ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળશે.

પોતાના લુકને જાહેર કરતા શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર પણ શેર કર્યું છે. આ પોસ્ટરમાં અભિનેતા બંદૂક ફ્લિક્સિંગ  ડેન્ઝર લુકમાં જોવા મળે મળે છે.

‘પઠાણ’નું પોસ્ટર રિલીઝ કરતાં શાહરૂખ ખાને લખ્યું, ’30 વર્ષ… તમારો પ્રેમ અને સ્મિત અનંત છે. ચાલો હવે ‘પઠાણ’ વિશે વાત કરીએ. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે.

શાહરૂખ ખાનના ખાસ દિવસની સુંદર ઉજવણી વિશે વિગત આપતાં, દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ કહે છે, “શાહરૂખ ખાનના 30 વર્ષ એ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક સિનેમેટિક પળ છે અને અમે તેને તેના લાખો ચાહકો સાથે વૈશ્વિક સ્તરે ઉજવવા માંગીએ છીએ.

 

Exit mobile version