Site icon Revoi.in

ISCE, ICS બોર્ડના પરિણામ શનિવારે બપોરે ૩ વાગ્યે જાહેર થશે

Social Share

દિલ્હી:કાઉન્સિલ ઓફ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ICSE અને ISC પરિણામ આવતી કાલે બપોરે 3 વાગ્યે જાહેર થશે.આ પરિણામ પરિષદની વેબસાઈટ,cisce.org અને results.cisce.org પર ઉપલબ્ધ કરવામાં આવશે. પરિષદના કરિયર પોર્ટલ અને એસએમએસના માધ્યમથી પણ જોઈ શકાય છે

અગાઉ CISCE એ  COVID 19 સ્થિતિને કારણે ભારતમાં વિભિન્ન અન્ય રાષ્ટ્રીય અને રાજ્ય બોર્ડ સાથે વર્ગ 10 અને વર્ગ 12 ની બોર્ડની પરીક્ષા રદ કરી હતી. બોર્ડે નિર્ધારિત આંતરિક મૂલ્યાંકન નીતિના આધારે ICSE અને ISC પરિણામ 2021 તૈયાર કરવાનું નક્કી કર્યું હતું.

સુપ્રીમ કોર્ટે પહેલેથી જ આદેશ આપ્યો હતો કે CISCE અને CBSE સહિતના અન્ય રાજ્યોના બોર્ડ્સ 31 જુલાઈ 2021 પહેલાં પરિણામ જાહેર કરે. તો, સીબીએસઇના વિદ્યાર્થીઓ પણ 10 -12 ની પરીક્ષાનું પરિણામની રાહ જોઈ રહ્યા છે, જોકે બોર્ડ દ્વારા આ અંગે કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી.