Site icon Revoi.in

હૈદરાબાદ ચૂંટણીના પરિણામોએ તમામ રાજકીય પાર્ટીઓને વિતારતી કરી દીધી, BJP માટે દક્ષિણ ભારતનો રસ્તો ખુલ્યો

Social Share

દિલ્હીઃ તેલંગાણાની ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મળેલી સફળતાથી ભાજપ માટે દક્ષિણ ભારતનો વધુ એક રસ્તો ખોલી ગયો છે. AIMIA અને TRSના ગઢમાં ભાજપની તાકાત 12 ગણી વધી છે. આ પરિણામનો લાભ ભાજપને તેલંગાણાની સાથે આંધ્રપ્રદેશમાં પણ મળવાની શકયતાઓ છે. દક્ષિણ ભારતમાં ભાજપની સ્થિતિ મજબુત નથી. પરંતુ હૈદરાબાદની ચૂંટણીના પરિણામોએ તમામ રાજકીય પાર્ટીઓને વિચારતા કરી દીધા છે. ભાજપ માટે તમામ ચૂંટણી મહત્વની હોય છે. દક્ષિણ ભારતમાં પોતાની સ્થિતિને મજબુત કરવા માટે ભાજપના ટોચના નેતાઓએ પણ હૈદરાબાદ ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો. એટલું જ નહીં ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હૈદરાબાદમાં ચૂંટણી પ્રચારની જવાબદારી નીભાવી હતી.

હૈદરાબાદની ચૂંટણીમાં AIMIAને કોઈ નુકસાન થયું નથી. પરંતુ એવૈસી સહિતના વિપક્ષી નેતાઓને ભાજપે મોટો ઝટકો આવ્યો છે. હૈદરાબાદની ચૂંટણીમાં ભાજપને ઓવૈસી કરતા વધારે બેઠકો એટલે કે 48 બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો છે. આ ચૂંટણીમાં સૌથી વધારે નુકસાન TRSને થયું છે. તેમજ વર્ષ 2023માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સ્થાનિક રાજકીય પાર્ટીઓને મોટો પડકાર આપે તેવી શકયતાઓ જોવાઈ રહી છે. વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનો અહીં ચાર બેઠકો ઉપર વિજય થયો હતો. વિધાનસભાની 2018માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 117 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યાં હતા. જેમાંથી 100 બેઠકો ઉપર ઉમેદવારોની જમાનત પણ જપ્ત થઈ હતી. જ્યારે બે બેઠકો ઉપર જ ભાજપના ઉમેદવાર જીત્યાં હતા.

કર્ણાટકમાં હાલ ભાજપની જ સરકાર છે. જો કે, દક્ષિણ ભારતમાં સ્થાનિક રાજકીય પાર્ટીઓનો દબદબો છે. પરંતુ હૈદરાબાદ કોર્પોરેશન ચૂંટણીમાં મળેલી સફળતાના કારણે ભાજપ માટે વધુ એક રસ્તો ખુલ્યો છે. હવે તેલંગાણાની સાથે આધ્રંપ્રદેશમાં પણ ભાજપને આગળ વધવાનો પ્રયાસ કરશે. તમિલનાડુ અને કેરલમાં ભાજપની સ્થિતિ નબળી છે. પરંતુ આ રાજ્યો સુધી પહોંચવાનો રસ્તો ખુલી ગયો હોવાનો રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે.