Site icon Revoi.in

ગુજરાતમાં આવેલું છે સૌથી રિચ ટાઉન, જ્યા પ્રવેશતા જ કોઈ સ્વર્ગમાં આવ્યાનો થાય છે અનુભવ

Social Share

ગુજરાતમાં ઘણા ગામડાઓ આવેલા છે પરંતુ ઘણા ગામ તેની કોઈ ખાસ વિશેષતાથી અલગ તરી આવે છે, ત્યારે આજે વાત કરીશું એક આવા જ ગામની કે જ્યા પ્રવેશતાની સાથે જ સ્વર્ગનો અનુભવ થાય છે આ સાથે જ ગામ એશિયાનું સૌથી ઘનિક ગામ સાબિત થયું છે તો ચાલો જાણીએ આ ગામ વિશેની કેટલીક ખાસ વાતો

માઘપરા ગામ કે જે કચ્છ જીલ્લામાં વસેલું છે.આ ગામ બેંક ડિપોઝિટની દ્રષ્ટિએ ભારતનું નહિ, પણ એશિયાનું સૌથી ધનિક ગામ ગણાય છે. કચ્છના મુખ્ય શહેર ભુજથી ૩ કિલો મીટર દુર આવેલું ગામ માધાપુર એ દક્ષિણ એશિયાનું સૌથી ઘનિક ગામ છે જ્યા પૈસા વાળા લોકો વસી રહ્યા છે જેને લઈને ગામમાં સુવિધાઓ સંપૂર્ણ સ્વર્ગ જેવી જોવા મળે છે.

માધાપર એક ખૂબ મોટૂ ગામડું છે. જ્યાં આશરે 7 હજારથી વધુ ઘધર વસવાટ કરી રહ્યા છે.સૌથી મોટી વાત એ છે આટલા નાના ગામડામાં બેંકોની સ્થાય 17 જેટલી મોટી છે.આ ગામમાં 17 તો બેંક આવેલી છે. અને અહી આવેલા મકાનોના માલિકો મોટાભાગે યુકે, યુએસએ, કેનેડા અને વિશ્વના અન્ય ઘણા ભાગોમાં રહે છે. ગામની વસ્તી હાલ ૯૨ હજાર કરતા વધારે છે. અહીના બધા જ ઘરમાંથી એક વ્યક્તિ લગભગ વિદેશમાં  વસી રહ્યા છે.ગામની બેંકોમાં કરોડો રુપિયાની ડિપોઝીટ છે.માધાપર ગામને માધા કાનજી સોલંકી કે જે ગુજરાતના સોલંકી વંશના હેમરાજ હરદાસની ત્રીજી પેઢીના હતા, તેમના દ્વારા તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે. કચ્છનું આ ગામ એટલું સમૃદ્ધ ગામ છે કે દુનિયાભરના લોકો તેને જોવા આવે છે.

આ ગામ ખેતીક્ષેત્રે પણ ખુબ સારી ભૂમિકા ભજવી રહ્યું છે. અત્યારે પણ અહી વસતા લોકો ખેતી કરે છે. એક પણ વ્યક્તિએ પોતાનું ખેતર વેચ્યું નથી.અહી ઉત્પાદન થતું અનાજ કે કોઈ પણ વસ્તુઓનું મુંબઈમાં નિકાસ કરવામાં આવે છે આ સાથે જ ગામની પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ છે.

આ સાથે જ અહીની સ્કુલ પણ અનેક સુવિધાથી સજ્જ જોવા મળે છે. અહી અભ્યાસ માટેની પુરતી સગવડ છે.પ્લે સ્કુલથી લઈને ઇન્ટર કોલેજ સુધી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમનો અભ્યાસ છે. માધાપરમાં શોપીંગ મોલ પણ જોવા મળે છે, જેમાં વિશ્વની મોટી મોટી બ્રાન્ડની બધી જ વસ્તુઓ મળે છે. આ ગામમાં બાળકોને નાહવા માટે એન્જોય કરવા  સ્વીમીંગ પુલ પણજોવા મળે છે

.