Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાનું જોખમ વધ્યું,હવે લોકોએ વધારે સતર્ક રહેવું જરૂરી

Social Share

અમદાવાદ:ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, ઓમિક્રોનના વેરિયન્ટ પછી લોકોએ વધારે સતર્ક રહેવું જોઈએ અને જાણકારી અનુસાર કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 3 વ્યક્તિઓના મોત પણ થયા છે. રાજકોટ, ભાવનગર અને વલસાડમાં કોરોનાગ્રસ્ત 3 દર્દીઓના મૃત્યુ થયા છે.

રાજ્યભરમાં અત્યાર સુધી 10098 નાગરિકોના મોત થયા છે.તો અત્યાર સુધી 817428 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.72 ટકા રહ્યો છે.અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 13 કેસ નોંધાયા છે તો જામનગરમાં 11, સુરતમાં 11, વડોદરામાં 12 કેસ સામે આવ્યા છે. કચ્છમાં 3, નવસારી અને વલસાડમાં 3-3 કેસ નોંધાયા છે. રાજકોટમાં 3, આણંદમાં એક , અને બનાસકાંઠામાં એક કેસ છે.

રાજ્યમાં કોરોનાના વધુ 63 કેસ નોંધાયા છે. અને કોરોનાને માત આપીને 39 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 480 થઈ છે. જયારે કોરોનાગ્રસ્ત 6 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. રાજ્યમાં એક જ દિવસમાં 5.58 લાખ નાગરિકોનું થયુ રસીકરણ કરવામાં આવ્યું છે.અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.47 કરોડથી વધુ ડોઝ અપાઈ ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેટલાક કેસ નોંધવામાં આવી રહ્યા છે જેને લઈને લોકો ચિંતામાં તો છે પરંતુ સતર્કતા બતાવી રહ્યા નથી. આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લોકો માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે જે આગામી સમયમાં ગુજરાતમાં કોરોનાની નવી લહેરનું કારણ પણ બની શકે છે.

Exit mobile version