Site icon Revoi.in

રાજ્યમાં ધો. 9થી 12ની બીજી પ્રિલિમરી પરીક્ષા ગુરૂવારથી ઓફલાઈન લેવાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો.1થી9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજુરી આપતા સોમવારથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયુ છે. જ્યારે ધો.10 થી 12ની શાળાઓમાં ઓનલાઈ,ઓફલાઈન  શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું છે. હવે પરીક્ષાની મોસમ પણ નજીક આવી રહી છે. ત્યારે ધોરણ 9 થી 12ની પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા તા.10-2-2022થી 18-2-2022 દરમિયાન શાળા કક્ષાએ ઓફલાઇન લેવાની રહેશે.

રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 9 થી 12ની પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા તા.10-2-2022થી 18-2-2022 દરમિયાન શાળા કક્ષાએ ઓફલાઇન લેવાશે. પરીક્ષા દરમિયાન કોઇ વિદ્યાર્થી કોવિડ-19ને કારણે બીમાર થયેલ હોય અથવા કુટુંબમાં કોઇ વ્યક્તિ બીમાર હોય અથવા વિદ્યાર્થી કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવતો હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે શાળા કક્ષાએથી અલગ તારીખ નક્કી કરીને શાળા કક્ષાએથી અલગ પ્રશ્નપત્રો તૈયાર કરાવીને પછીથી પરીક્ષા લેવાની રહેશે. પરીક્ષા ખંડમાં સામાજિક અંતર જાળળવા તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે તેમજ કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
કોરોનાને કારણે 1થી 8 ધોરણના વર્ગ ઓનલાઇન ચાલી રહ્યા હતા. જ્યારે ધોરણ 10થી 12માં ઓનલાઇન અને ઓફલાઇન વર્ગ ચાલી રહ્યા હતા. 10 ફેબ્રુઆરીથી સ્કૂલોમાં ધોરણ 9થી 12ની બીજી પ્રિલિમરીપરીક્ષા શરૂ થઈ રહી છે. અત્યાર સુધી સ્કૂલ ઓનલાઇન હતી પરંતુ સોમવારથી ધોરણ 9 ના ઓફલાઇન વર્ગ શરૂ થયા છે.પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી જોકે આજે મંગળવારે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને સ્કૂલોની પરીક્ષા ઓફલાઇન જ યોજવા જણાવવામાં આવ્યું છે. (file photo)