Site icon Revoi.in

ખાધતેલ બાદ હવે દાળના ભાવમાં તોતિંગ વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની

Social Share

અમદાવાદઃ કોરોના કાળમાં રોજબરોજ મોંઘવારી કુદકે ને ભૂસકો વધતી જાય છે. ખાધ ચીજોની મોંઘવારીએ ભયંકર પરિસ્થિતિ ઊભી કરી છે અને દેશના આમ આદમીની તેમજ અત્યતં ગરીબ વર્ગની હાલત ભારે કફોડી થઈ ગઈ છે અને તેમને રસોડું ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે ખાધતેલના ભાવમાં વધારો થયા બાદ હવે અલગ અલગ પ્રકારની દાળના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અલગ અલગ પ્રકારની દાળ ના પ્રતિ કિવન્ટલના ભાવમાં રૂપિયા ૧૦૦ સુધીનો કાતિલ વધારો થઇ ગયો છે અને ગરીબ લોકો હવે દાળની ખરીદી પણ કરી શકે એમ નથી. એક બાજુ ખાધતેલના ભાવ વધી  ગયા છે કે ગરીબ માણસોને તેલ વગર રસોઈ કરવાની ફરજ પડી છે. મગદાળ તેમજ તુવેરદાળ અને અડદ દાળ સહિતની અલગ અલગ પ્રકારની દાળના ભાવ હવે બજારમાં અસહ્ય બનતા જાય છે અને સરકાર આ સમસ્યા પ્રત્યે બેધ્યાન દેખાઈ રહી છે અને દાળના ભાવ પર હવે કોઈ કન્ટ્રોલ રહ્યો નથી તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. તુવેરદાળ મસૂરની દાળ તેમજ મગદાળ અને સાથે સાથે ચોખાના ભાવમાં પણ ભયંકર વધારો થઇ ગયો છે અને તેના નવા આંકડા ચોકાવનારા નીકળ્યા છે અને તે ગરીબ વર્ગને જરા પણ પોસાય એવા દેખાતા નથી. એક બાજુ પ્રતિબધં હોવાને કારણે ધંધા રોજગાર માં ભયંકર મંદી આવી ગઈ છે અને લાખો લોકો બેરોજગાર થયા છે અને આવી હાલતમાં ગરીબ માણસોનું જીવન વધુને વધુ દુષ્કર બની રહ્યું છે.