Site icon Revoi.in

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ગીતે અભિનેત્રી અનુષ્કા શર્માની રાતની ઉંઘ ઉડાવી દીધી

Social Share

દિલ્હીઃ સોશિયલ મીડિયા ઉપર હાલ એક જ અવાજ સંભળાય છે અને તે છે છત્તીસગઢના સહદેવની. સહદેવનું ‘જાને મેરી જાનેમન, બચપન કા પ્પાર ભૂલ નહીં જાના’ સોશિલ મીડિયામાં ખુબ જ વાયરલ થયું છે. સહદેવની ગીત ગાવાની સ્ટાઈલ પણ લોકોને પસંદ આવી છે. જાણીતા લોકો પણ સહદેવના આ ગીતના દિવાના થઈ ગયા છે. દરમિયાન ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ આ ગીતને લઈને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. જે લોકો પસંદ કરી રહ્યાં છે.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ કાર્ટૂન સાથે ઈન્ટાગ્રામ ઉપર સ્ટોરી શેયર કરી છે તેમજ લખ્યું છે કે, હું ઉંઘવાની કોશિશ કરું છું પરંતુ કાનમાં માત્ર આ જ ગીત સંભળાય છે. જ્યારે સુવાની તૈયારી કરે છે ત્યારે આ ગીત કાનમાં ગુજી ઉઠે છે. જેથી અભિનેત્રીએ આ મીમ પોતાની સ્ટોરીમાં શેયર કરી છે.

અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ પતિ વિરાટ કોહલી સાથે ઈંગ્લેન્ડમાં છે. તેમજ ઈંગ્લેન્ડની સુંદર તસ્વીરો પણ સોશિયલ મીડિયા ઉપર શેયર કરી હતી. અનુષ્કા અને વિરાટના લગ્નને ચાર વર્ષ થયાં છે. અભિનેત્રી ફિલ્મ ઝીરોમાં કેટરીના કૈફ સાથે નજરે પડી હતી. તે બાદ પોતાના પ્રોડકશન હેઠળ બનેલી ફિલ્મ બુલબુલ અને પાતાલ લોક રિલીઝ કરી હતી. વિરાટ અને અનુષ્કા શર્માને વામિકા નામની એક દીકરી પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં હાલ સહદેવનું ગીત ખુબ જ વાયરલ થયું છે. તેમજ નાનાથી લઈને મોટા લોકો પણ આ ગીતને પસંદ કરી રહ્યાં છે.

(Photo - Social Media)
Exit mobile version