Site icon Revoi.in

મહિલાઓમાં યુરિન ઈન્ફેક્શનની સમસ્યા દૂર કરશે આ ઉનાળાનું ખાસ ફળ

Social Share

યુરિન ઈન્ફેક્શનથી મોટાભાગની મહિલાઓ પરેશાન હોય છે. તેનાથી રાહત મેળવવા તે દવાઓનુ સેવન કરે છે. પણ દવાઓનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તમે પણ યુરિન ઈન્ફેક્શનથી પરેશાન છો તો અમે તમને જણાવીશું કે એક ફળનું સેવન કરીને આ સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો.

ખાસ છે આ ફળનું સેવન
ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. તેને દરરોજ આપણી ડાઈટમાં ઉમેરી આપણે બીમારીઓથી દૂર રહી શકીએ છીએ. એવું જ એક ફળ છે, જે ઉનાળાના દિવસોમાં બજારમાં મળવા લાગે છે. આપણે વાત કરી રહ્યા છીએ તરબૂચની. ઉનાળામાં સૌથી વધારે વેચાતુ તરબૂચ સ્વા,થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તરબૂચમાં 92% પાણી હોય છે. જે આપણા શરીરમાં જઈને પાણીની કમીને પૂરી કરે છે. મહિલાઓ માટે તરબૂચને રામબાણ માનવામાં આવે છે. મહિલાઓમાં યૂરિન ઈન્ફેક્શન એક સામાન્ય વાત છે.

ઉનાળાની ઋતુમાં આ સમસ્યા વધુ વધી જાય છે. જેના કારણે યૂરિનમાં બેક્ટેરિયા હોવાની સંભાવના રહે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે ઉનાળામાં દરરોજ તરબૂચનું સેવન કરવું જોઈએ. તરબૂચ યુરિનનું પ્રમાણ વધારે છે અને યુરિન ઈન્ફેક્શનથી બચાવે છે. તમને યુરિન ઈન્ફેક્શન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તરબૂચનું સેવન જરૂર કરો. તરબૂચનું સેવન કરવાથી પેશાબ કરતી વખતે થતી જલનથી રાહત મળે છે.

આ રીતે તેનું સેવન કરો
ઉનાળામાં મળતું ફળ તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેને સીધું કાપીને ખાઈ શકો છો. તરબૂચને ફ્રૂટ ચાર્ટમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. આ સિવાય તમે તેનો જ્યુસ પણ બનાવી શકો છો. સલાડના રૂપમાં પણ તેનું સેવન કરવામાં આવે છે. ધ્યાન રાખો કાપેલા તરબૂચને વધારે સમય સુધી ન રાખો.