Site icon Revoi.in

રાજ્યમાં શુક્રવારે કોરોનાના 884 નવા કેસ નોંધાયા, ત્રણના મોત, 770 દર્દીઓ રિકવર થયાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ધીમીગતિએ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. અને રાજ્યમાં કોરોનાના 884 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 770 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીઓનું મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.70 ટકા થઈ ગયો છે. રાજ્યમાં 147 દિવસ એટલે કે 5 મહિના બાદ 3 જેટલાં મોત નોંધાયા છે, છેલ્લે 25 ફેબ્રુઆરીએ 5ના મોત થયાં હતાં. અમદાવાદ, સુરત અને ભાવનગર શહેરમાં  1-1 મોત નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના સતત ત્રીજા દિવસે 800થી વધુ કેસ નોંધાયા છે. શુક્રવારે કોરોનાના 884 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 770 દર્દી સાજા થયા હતો. શુક્રવારે કોરોનાના જે કેસ નોંધાયા જેમાં  અમદાવાદમાં 332 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.70 ટકા થયો છે. આ મહિનામાં રાજ્યમાં 148 દિવસ એટલે કે પાંચ મહિના બાદ 800થી વધુ 822 કેસ 15મી જુલાઈએ નોંધાયા હતા. અગાઉ 17 ફેબ્રુઆરીએ 870 કેસ નોંધાયા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના કાળના પ્રારંભથી અત્યાર સુધીમાં 12 લાખ 46 હજાર 708ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 959 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 30 હજાર 470 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5279 એક્ટિવ કેસ છે, 9 દર્દી વેન્ટિલેટર પર છે અને 5270 દર્દીઓની હાલત સ્થિર છે.

ગુજરાતમાં શુક્રવારે અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં.

 

Exit mobile version