Site icon Revoi.in

રાજ્યમાં અત્યાર સુધીમાં 61.62 ટકા વરસાદ વરસ્યો, સૌથી વધારે કચ્છમાં વરસાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હાલ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 62 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધારે 112 ટકા, સૌરાષ્ટ્રમાં 90 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.56 ટકા, દક્ષિણ ગુજરાતમાં 47.68 ટકા અને પૂર્વ ગુજરાતમાં 48 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં 24 કલાકમાં સૌથી વધુ 9.36 ઇંચ વરસાદ તથા  પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 163 મિ.મી, કેશોદમાં 159 મિ.મી, ખંભાળિયામાં 130 મિ.મી., આમ કુલ 4 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.  આ ઉપરાંત માણાવદર તાલુકામાં 128 મિ.મી., માંગરોળમાં 124 મિ.મી., અબડાસામાં 122 મિ.મી., જામકંડોરણામાં 118 મિ.મી., ધ્રોલમાં 117 મિ.મી., જામજોધપુરમાં 111 મિ.મી., કલ્યાણપુરમાં 105 મિ.મી., મહુવા (ભાવનગર)માં 104 મિ.મી., આમ કુલ 12 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં 96 મિ.મી., વંથલીમાં 95 મિ.મી., ઉપલેટામાં 94 મિ.મી., અમરેલીમાં 81 મિ.મી., કોટડા સાંગાણીમાં 80 મિ.મી.ભચાઉમાં 76મિ.મી., ધોરાજીમાં 75 મિ.મી., આમ કુલ 19 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં 74 મિ.મી., ગોંડલમાં 72 મિ.મી., માળીયા હાટીનામાં 71 મિ.મી., મેંદરડા અને શિહોરમાં 70 મિ.મી., કોડિનારમાં 69 મિ.મી., રાણાવાવમાં 64 મિ.મી., કુતિયાણામાં 61 મિ.મી., હળવદમાં 60 મિ.મી., જામનગરમાં 59 મિ.મી., લાઠીમાં 56 મિ.મી., વિસાવદરમાં 53 મિ.મી., વાપી અને ભિલોડામાં 50 મિ.મી., એમ કુલ 33 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તથા 159 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

Exit mobile version