Site icon Revoi.in

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કિન બેન્ક, હવે ત્વચા પણ દાન કરી શકાશે

Social Share

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્ક્રિન બેન્ક કાર્યરત કરવામાં આવી છે. હવે કોઈપણ વ્યક્તિ કે જેણે પોતાના મૃત્યુબાદ ત્વચાનું દાન કરવાનો સંકલ્પ કરેલો હોય અથવા મૃત્યુ પછી નજીકના સગા તરફથી સ્કિન ડોનેશન માટેની સહમતી આપેલી હોય એવા 18 વર્ષથી ઉપરના કોઈપણ બ્લડ ગ્રુપના વ્યક્તિ ત્વચા દાન કરી શકે છે. સ્ક્રિન બેન્કમાં કોઈપણ વ્યક્તિની ચામડીનું પડ લઇ જરૂરી ટેસ્ટ કરીને સાચવવામાં આવે છે અને કોઈપણ દર્દી કે જેમની ચામડીનો નાશ થયો હોય,દાઝી ગયેલા હોય, એકસીડન્ટ બાદ કે અન્ય કોઈપણ કારણોસર ચામડીનો નાશ થયો હોય તેવા સંજોગોમાં આ સ્કિન બેંકમાંથી દાનમાં મળેલી  ચામડીનો ઉપયોગ કરી શકાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક બનાવવામાં આવી છે. હવે કોઈપણ વ્યક્તિ કે જેણે પોતાના મૃત્યુબાદ ત્વચાનું દાન કરવાનો સંકલ્પ કરેલ હોય અથવા મૃત્યુ પછી નજીકના સગા તરફથી સ્કિન ડોનેશન માટેની સહમતી આપેલી હોય એવા 18 વર્ષથી ઉપરના કોઈપણ બ્લડ ગ્રુપના વ્યક્તિ ત્વચા દાન કરી શકે છે. વ્યક્તિની ચામડીનું પડ લઇ જરૂરી ટેસ્ટ કરીને સાચવવામાં આવે છે અને કોઈપણ દર્દી કે જેમની ચામડીનો નાશ થયેલો હોય જેમકે દાઝી ગયેલી, એકસીડન્ટ બાદ કે અન્ય કોઈપણ કારણોસર ચામડીનો નાશ થયેલો હોય તેવા સંજોગોમાં આ સ્કિન બેંકમાંથી ચામડીનો ઉપયોગ કરી શકાય છે. સ્ક્રિન બેન્કમાં કોઈપણ વ્યક્તિના મૃત્યુના 6 કલાકમાં ચામડી લેવામાં આવે છે અને તેને ખાસ રીતે (ગ્લીસરોલમાં) સાચવવામાં આવે છે. ચામડી વાપરવા લાયક છે કે નહિ તેની જરૂરી તપાસ જેવી કે લોહીની, બેક્ટેરિયા કે ફંગસ માટેની તપાસ કરવામાં આવે છે. કોઈપણ બ્લડ ગ્રુપના વ્યક્તિની ચામડી કોઈપણ દર્દીને લગાવી શકાય છે. બ્લડ ગ્રુપનો બાધ રહેતો નથી.

તબીબી સૂત્રોના કહેવા મુજબ  સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંકમાં રહેલી ચામડીનો 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે. સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં વર્ષમાં આશરે 400થી વધારે દાઝેલા દર્દી દાખલ થાય છે અને અન્ય એકસીડન્ટના દર્દીઓ કે જેમનામાં ચામડી લગાવવાની જરૂર પડે છે તેવા 200થી વધારે ચામડી લગાવવાના ઓપરેશન કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કિન બેંક રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાંકરીયાના સહયોગથી કાર્યરત કરવામાં આવી છે. રોટરી ક્લબ કાંકરીયા દ્વારા લગભગ 48 લાખ રૂપિયાના સાધનો ડોનેટ કરવામાં આવ્યા છે અને આ સ્કિન બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા ચલાવવામાં આવશે.