Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટનો આદેશ – કોઈ પણ રાજ્યમાં કોરોનાના દર્દીના ઘરની બહાર નહી લગાવી શકાય પોસ્ટર

Social Share

દિલ્હીઃ-કોરોના મહામારી સમગ્ર દેશમાં ચાલી રહી છે, ત્યારે હવે સુપ્રીમ કોર્ટએ કોવિડ-19ને લઈને એક ખાસ આદેશ રજુ કર્યો છે, સુપ્રીમ કોર્ટએ બુધવારના રોજ કહ્યું હતું કે, કી પણ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરની બહાર કોઈ પણ પ્રકરાનો પોસ્ટક લગાવવા જોઈએ નહી, કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરાયેલ ગાઈડ લાઈનમાં પણ આ પ્રકારનો પહેલા કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રકારના પોસ્ટર લગાવવાનો આદેશ કી પણ રાજ્ય ત્યારે જ આપી શકે છે કે જ્યારે વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ સૂચના જારી કરવામાં આવી હોય, સુપ્રીમ કોર્ટમાં આજે દેશભરની કોરોનાની સ્થિતિ પર સુવાણી કરવામાં આવી હતી.

આ દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારો હોસ્પિટલોમાં ફાયર સેફ્ટિને લઈને કામ કરી રહી છે. કેન્દ્રએ તમામ રાજ્યોને પત્ર લખીને ફાયર સેફ્ટી અંગે રિપોર્ટ માંગ્યો છે. તેના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, તમે ફાયર સેફ્ટીને લઈને અત્યાર સુધીમાં કેટલા અધિકારીઓની નિમણૂક કરી છે.

કોમેયૂનિટિ હેલ્થ સર્વિસને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી અને પૂછ્યું હતું કે આ મુદ્દને લઈને શું પગલા ભરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાનો જવાબ માંગ્યો હતો. આ સાથે કોર્ટે રાજકોટ હોસ્પિટલ અને અમદાવાદ ઘટનાની યોગ્ય તપાસ ન કરવામાં આવતા તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી.

સાહિન-