Site icon Revoi.in

કર્ણાટકમાં રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા હિંદુ એક્ટિવિસ્ટો પર લટકી રહી છે ધરપકડની તલવાર, કૉંગ્રેસ સરકાર દશકાઓ જૂના ખોલી રહી છે કેસ!

Social Share

બેંગલુરુ: અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ શ્રીરામમંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. પણ તેના પહેલા જ કર્ણાટકની કોંગ્રેસ સરકારની પોલીસ 30 વર્ષ પહેલા રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા હિંદુઓની વિરુદ્ધ તપાસ કરવા બેસી ગઈ છે. તાજેતરની કડીમાં ત્રણ દશક પહેલા થયેલા આ આંદોલનવાળા 1992ના કેસમાં પોલીસે શ્રીકાંત પૂજારીની ધરપકડ કરી છે.

તેનાથી રામમંદિર આંદોલનમાં સામેલ અન્ય હિંદુઓ પર ધરપકડની તલવાર લટકી રહી છે. આઈએએનએસના અહેવાલ મુજબ, પોલીસ વિભાગે એક વિશેષ ટીમને એકઠી કરી છે. આ ટીમે 1992ના રામમંદિર આંદોલન સંદર્ભે સંબંધિત મામલાઓમાં શંકાસ્પદોની એક યાદી તૈયાર કરી છે.

મહત્વપૂર્ણ છે કે આ આંદોલનમાં કટ્ટર મુસ્લિમોની હિંસાના કારણે હિંદુ-મુસ્લિમ બંને પક્ષકારો વચ્ચે કોમવાદી ઘર્ષણ થયા હતા. આ કડીમાં 5 ડિસેમ્બર, 1992ના રોજ હુબલીમાં એક માલિક નામના શખ્સની દુકાનમાં આગ લગાવી હતી. આ કથિત આગચંપીને લઈને શ્રીકાંત પૂજારીને હુબલી પોલીસે કસ્ટડીમાં લીધા અને હવે તેઓ કોર્ટના મોનિટરિંગમાં છે.

શ્રીકાંત પૂજારી આ મામલામાં ત્રીજા આરોપી છે. પોલીસ આ કેસમાં અન્ય 8 આરોપીઓને સોધી રહી છે. આ પ્રકારે હુબલી પોલીસે 300 સંકાસ્પદોની એક યાદી બનાવી છે. પોલીસનો દાવો છે કે આ લોકો 1992 અને 1996 વચ્ચે થયેલા કોમવાદી ઘર્ષણો સાથે જોડાયેલો છે.

પોલીસ સૂત્રો મુજબ, આ આરોપી 70ના દાયકાના છે અને તેમાં ઘણાં શહેર છોડી ચુક્યા છે. એટલું જ નહીં ઘણાં શંકાસ્દ હાલના સમયમાં મહત્વના પદો પર છે.

હવે પોલીસ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરતા પહેલા સંભવિત પરિણામો પર પણ વિચારી રહી છે. કહેવામાં આવે છે કે સીએમ સિદ્ધારમૈયાની સરકાર તરફતી પોલીસ વિભાગને આ મામલાઓની વિસ્તારપૂર્વકની તપાસ કરવાના નિર્દેશ મંળ્યા છે.

રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા ઘણાં સાંસદ ભાજપના મશહૂર રાજનેતા બની ગયા છે. રિપોર્ટ્સનો દાવો છે કે રાજ્યમાં ભાજપની સરકારના સમયે આ તમામ મશહૂર નેતાઓની વિરુદ્ધ મામલા હટાવી દીધા હતા.

તો હિંદુ સંગઠનોએ કોંગ્રેસ સરકારની હાલની કાર્યવાહીની ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ સરકાર અયોધ્યામાં શ્રીરામમંદિરના ઉદ્ઘાટનને ભાજપ અને હિંદુ સંગઠનોના ઘરેઘરે સંપર્ક કરવાના અભિયાનને બર્દાશ્ત કરી શકી નથી. માટે જ તે 30 વર્ષ પહેલાના કેસની તપાસ શરૂ કરવાનો પેંતરો અપનાવી રહી છે.

કર્ણાટક સરકારની આ રણનીતિ આ રાજ્યમાં મોટી ચર્ચાનો મુદ્દો બની શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના 1990ના દશકમાં રામજન્મભૂમિ આંદોલનના મુસ્લિમોના વિરોધ છતાં આ રાજ્યને મોટી હિંસાનો સામનો કરવો પડયો હતો.