Site icon Revoi.in

તમિલનાડુનો વિદ્યાર્થી રશિયન આક્રમણ સામે લડવા માટે યુક્રેનની સેનામાં જોડાયો

Social Share

નવી દિલ્હીઃ  તમિલનાડુના કોઈમ્બતુરનો એક 21 વર્ષીય વિદ્યાર્થી રશિયા સામે લડવા માટે યુક્રેનિયન લશ્કરી દળોમાં જોડાયો છે. તેણે ભારતીય સેનામાં જોડાવા માટે અરજી કરી હતી. વિદ્યાર્થી વર્ષ 2018માં અભ્યાસ માટે યુક્રેન ગયો હતો અને જુલાઈ 2022માં તેનો અભ્યાસ પૂર્ણ થયો હતો

તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાનો 21 વર્ષીય વિદ્યાર્થી સૈનિકેશ રવિચંદ્રન રશિયા સામે યુદ્ધ માં યુક્રેનિયન લશ્કરી દળમાં જોડાયો હોવાનું જાણવા મળે છે. અધિકારીઓએ તેના ઘરે જઈને તેના માતા-પિતાને આ અંગે પૂછપરછ કરી હતી. તેઓએ જાણવ્યું કે, તેણે ભારતીય સેનામાં જોડાવાની અરજી કરી હતી પરંતુ તેને નોકરી મળી ન હતી. 2018 માં, સૈનિકેશ ખાર્કિવમાં નેશનલ એરોસ્પેસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે યુક્રેન ગયો હતો. તેણે જુલાઈ 2022 સુધીમાં કોર્સ પૂરો કરવાનો હતો.

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તેના પરિવારનો સૈનિકેશ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. દૂતાવાસની મદદ લીધા પછી, તેઓ સૈનિકેશનો સંપર્ક કરી શક્યા. તેણે તેના પરિવારને જાણ કરી કે તે રશિયા સામે લડવા માટે યુક્રેનિયન અર્ધલશ્કરી દળોમાં જોડાયો છે. જોવા જેવી વાત એ છે કે ભારતીય વિધ્યાર્થી હોવા છતાં જ્યારે સરકાર વિદ્યાર્થીને  યુદ્ધગ્રસ્ત દેશની બહાર નીકળવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે તેને પોતાના જીવ નું ના વિચારી યુક્રેન ની સૈન્યમા જોડાવા માટેઆ નિર્ણય લીધો છે.

(Photo-File)