Site icon Revoi.in

યુનિ.ના માઈક્રોબાયોલોજી વિભાગમાં કોરોના માટે RT-PCR સુવિધા હોવા છતાં ટેસ્ટ કરાતા નથી

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના રોજ 4 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.  બીજી તરફ રેપિડ ટેસ્ટ માટેની કીટ ખુટી રહી છે. તે ઉપરાંત RT-PCR ટેસ્ટ માટે લોકોને મસમોટો ખર્ચ કરવો પડે છે. ત્યારે માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં ખંભાતી તાળા મારી દેવામાં આવ્યાં છે. જ્યાં ટેસ્ટ માટેના સાધનો પણ ધુળ ખાઈ રહ્યાં છે. જે યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલોજી, લાઇફ સાયન્સ, ક્લિનિકલ રિસર્ચ. બાયોટેકનોલોજી જેવા કોર્સીસ ચાલતા હોય ત્યા RTPCRના ટેસ્ટીંગની વ્યવસ્થાઓ હોય છે. ત્યારે યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરવાની કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ માગણી કરી છે.

NSUIની અખબારી યાદીમાં જણાવાયુ છે કે, રાજ્યમાં કોરોનાના કેસો વધતાં હાઈકોર્ટે RT-PCR ટેસ્ટ માટે યુનિવર્સિટીઓમાં ટેસ્ટની વ્યવસ્થા કરવા નિર્દેશ કર્યો હતો. પરંતુ હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એક રેપિડ ટેસ્ટ માટેની કીટ ખુટતાં ટેસ્ટિંગ બુથ બંધ કરી દેવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજ્યની 27 યુનિવર્સિટીઓમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરવામાં નથી આવી. આ મામલે ગુજરાત યુનિવર્સિટીમા પુચ્છા કરતા આ ટેસ્ટીંગના મશીનો AMCને આપવામાં આવ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામા આવ્યો છે.બીજીતરફ AMCએ પ્રાઇવેટ સંસ્થાને ટેસ્ટીંગનો કોન્ટ્રાક્ટ આપ્યો છે ત્યારે NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ પ્રાઇવેટ લેબને ફાયદો કરાવવાના હેતુથી ટેસ્ટીંગ મશીન આપ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો