Site icon Revoi.in

અયોધ્યા રામલીલા મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થવાની નવી તારીખ ટ્ર્સ્ટે જાહેર કરી

Social Share

અયોધ્યાઃ- અયોધ્યામાં નિર્માણ પામી રહેલું રામ મંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે, દેશભરના શ્રદ્ધાળુંઓ આ મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રાહ જોઈ રહ્યા છે. અનેક લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે રામ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થવાને લઈને નવી તારીખ પણ ટ્રસ્ટ દ્રારા જેહાર કરવામાં આવી ચૂકી છે.બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી અને ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય ઉપરાંત સભ્યો વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા, ડૉ. અનિલ મિશ્રા અને ગોપાલ, એક્ઝિક્યુટિવ બોડી LNT અને TCIના ઉચ્ચ ટેકનિકલ અધિકારીઓ હાજર હતા,જેમાં મંદિર નિર્માણકાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી.

જાણકારી પ્રમાણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે બાંધકામ સમિતિની પ્રથમ દિવસની બેઠક બાદ માહિતી આપી હતી કે રામ મંદિર નિર્માણ સમિતિએ હવે ઓક્ટોબર 2023નો સમય નક્કી કર્યો છે. રામલલાના સ્થળે નિર્માણ થઈ રહેલા ભવ્ય અને દિવ્ય મંદિરને પ્રતિષ્ઠા લાયક સ્થિતિમાં લાવવા માટે આ પહેલા ડિસેમ્બર 2023 સુધીમાં પહેલો માળ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું.

ચંપત રાયે આપેલી જણાકારી પ્રમાણે અત્યાર સુધી 14 ફૂટ ઊંચાઈ સુધી ગર્ભગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફ્લોર પર કાર્પેટનું કામ એવી રીતે કરવામાં આવશે કે જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા ઉપરાંત બાંધકામ ક્ષેત્રે પણ ઉદાહરણરૂપ બને. રામ મંદિરના નિર્માણમાં કુલ 12 દરવાજા લગાવવાના છે. દરવાજામાં મહારાષ્ટ્રના સાગના લાકડાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સહીત મહાસચિવે કહ્યું કે સુગ્રીવ કિલ્લાથી રામ મંદિરને જોડતી જગ્યા પર યાત્રી સુવિધા કેન્દ્ર બનાવવામાં આવશે, જેમાં એક જ સમયે 25,000 ભક્તોને લાભ મળશે. નિયમિત પ્રવૃત્તિઓ સાથે અહીં સુરક્ષા અને આરામની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.ઉલ્લેખનીય છે કે રામભક્તો માટે અયોધ્યાનું મંદિર ઐ ક ઐતિહાસિક પળ હશે.

Exit mobile version