Site icon Revoi.in

અક્ષય કુમાર-ટાઈગર શ્રોફ બન્ને એક્શન હિરો ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ માં સાથે જોવા મળશે – ફિલ્મનો ટિઝર વીડિયો શેર કર્યો

Social Share

 

મુંબઈઃ- ફિલ્મ બડે મિયા છોટે મિયામાં ગોવિંદા અને અમિતાભ બતચ્ચની જોડીએ રંગ જમાવ્યો હતો ત્યારે હવે ફટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર પહેલીવાર જોડે ફિલ્મ કરવા જઈ રહ્યા છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ આ ફિલ્મના બીજો ભાગ ‘બડે મિયાં છોટે મિયાં’માં સાથે કામ કરતા જોવા મળશે. નિર્માતાઓએ ફિલ્મ અંગે ટીઝર વીડિયો દ્વારા આ ફિલ્મની જાહેરાત કરી છે.

https://www.instagram.com/akshaykumar/?utm_source=ig_embed&ig_rid=dfaddadc-017a-48fa-9af1-0ab22600aa8d

‘બડે મિયાં છોટે મિયાં’ની જાહેરાત નિર્માતાઓ દ્વારા ખૂબ જ ખાસ રીતે કરવામાં આવી છે. અક્ષય કુમારે એક વીડિયો શેર કર્યો છે જેમાં ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર એક ટનલમાં લડતા જોવા મળી રહ્યા છે. બંને અલગ-અલગ ટનલમાં હોય છે અને પછી જ્યારે બંને અથડાતા હોય છે ત્યારે બંને પોતપોતાની ફિલ્મો વિશે વાતચીતમાં ચર્ચા કરે છે.

, આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે અને તે 2023 ના ક્રિસમસ પર રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1998માં આવેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ બ્લોકબસ્ટર હિટ રહી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ગોવિંદા, પરેશ રાવલ, અનુપમ ખેર અને રવિના ટંડન જેવા દિગ્ગજ કલાકારોએ કામ કર્યું હતું. દેખીતી રીતે, ફિલ્મના આ નવા ભાગને લઈને ચાહકોમાં ઘણો ઉત્સાહ હશે એ વાત ચોક્કસ.

જો કે આ ફિલ્મ અંગે વિગતવાર માહિતી શેર કરવામાં આવી નથી ટૂંક સમયમાં આ અંગેની માહિતી આપવામાં આવી શકે ચે, હાલ એટલું સોક્કસ કહી શકાય કે બડે મિયા છોટે મિયાની જોડી અક્ષય અને ટાઈગરની હશે.આ ટીઝરમાં બન્નેની જોડી શાનદાર જોવા મળી રહી છે.

Exit mobile version