Site icon Revoi.in

સંયુક્ત રાષ્ટ્રનું જળવાયુ પરિવર્તન સંમેલન 6 નવેમ્બરથી ઈજિપ્તમાં યોજાશે

Social Share

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના 27માં જળવાયુ પરિવર્તન સંમેલન 6 થી 18 નવેમ્બર દરમિયાન ઈજિપ્તના શર્મ અલ શેખમાં યોજવામાં આવશે. આફ્રિકામાં પાંચમી વાર આ સંમેલનનું આયોજિત થશે, જેમાં 200થી વધુ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

સ્થાનિક સરકાર અનુસાર આ સંમેલનમાં જળવાયુ પરિવર્તનથી મહાદ્વીપમાં થતા ગંભીર પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જળવાયુ પરિવર્તન સંબંધિત વિભિન્ન દેશોની આંતરરાષ્ટ્રીય સમિતિ અનુસાર વિશ્વમાં થઈ રહેલ જળવાયુ પરિવર્તનને કારણે આફ્રિકા પર સૌથી વધુ અસર થઈ છે.

સંમેલનમાં મુખ્ય ત્રણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં ઉત્સર્જન ઓછું કરવા, જળવાયુ પરિવર્તનનો સામનો કરવો, ટેકનિકલ સહાયતા અને વિકાસશીલ દેશોને જળવાયુ ગતિવિધિઓ માટે આર્થિક મદદ કરવાનું શામેલ છે. આ સંમેલન દરમિયાન અગાઉના સંમેલનની મહત્ત્વપૂર્ણ બાબતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.