1. Home
  2. Tag "egypt"

ઈજિપ્તના વિદેશ પ્રધાને યુએસનાં સ્ટેટ સેક્રેટરી સાથે ફોન પર સીરિયાની સ્થિતિ પર ચર્ચા કરી

ઈજિપ્તના વિદેશ પ્રધાન બદર અબ્દેલાટ્ટીએ યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીતમાં તેમણે ગાઝા પટ્ટી અને સીરિયાની સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ માહિતી ઇજિપ્તના વિદેશ મંત્રાલયે આપી હતી. ચર્ચા દરમિયાન, અબ્દેલાટ્ટીએ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પ્રયાસો ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એમ […]

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલ ઇજિપ્તમાં નવી મંત્રણા માટે તૈયાર

નવી દિલ્હીઃ ઇઝરાયેલે છ મહિનાના સંઘર્ષમાં સંભવિત યુદ્ધવિરામ પર નવી વાટાઘાટો માટે એક ટીમ ઇજિપ્ત મોકલી છે. ઇઝરાયેલ વર્ષની શરૂઆતથી ગાઝામાં સૈનિકો ઉતારી રહ્યું છે અને માનવતાવાદી પરિસ્થિતિમાં સુધારો કરવા માટે તેના સાથી યુ.એસ.ના વધતા દબાણનો સામનો કરી રહ્યું છે. સૈન્ય પ્રવક્તાએ સૈનિકો પાછા ખેંચવાના કારણો અથવા તેમાં સામેલ સંખ્યા વિશે વિગતો આપી ન હતી, […]

‘બ્રાઈટ સ્ટાર 23’ લશ્કરી કવાયત: ભારતીય સેનાની ટુકડી ઇજિપ્ત જવા રવાના

નવી દિલ્હીઃ ‘બ્રાઇટ સ્ટાર 23‘ લશ્કરી કવાયતમાં ભાગ લેવા માટે 137 સૈનિકોની બનેલી ભારતીય સેનાની ટુકડી ઇજિપ્ત જવા રવાના થઇ છે. આ સૈન્ય કવાયત આવતા મહિને 31 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર 2023 સુધી ઇજિપ્તમાં મોહમ્મદ નાગીબ સૈન્ય મથક પર થશે. બ્રાઇટ સ્ટાર 23 એ બહુરાષ્ટ્રીય ત્રિ-સેવાઓની સંયુક્ત લશ્કરી કવાયત છે. આ કવાયતનું નેતૃત્વ યુએસ સેન્ટકોમ અને […]

ઇજિપ્ત સ્વેઝ કેનાલ ઇકોનોમિક ઝોનમાં ભારતને વિશેષ સ્થાન આપશે

ભારતીય રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરશે આ ઝોનમાં ઔદ્યોગિક-લોજિસ્ટિક ક્ષેત્રોનો સમાવેશ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં, ઇજિપ્તે જાહેરાત કરી હતી કે તે સ્વેઝ કેનાલ ઇકોનોમિક ઝોનમાં ભારતને વિશેષ સ્લોટ આપશે. દરમિયાન તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈજિપ્તની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે કેટલાક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ઇજિપ્ત […]

પીએમ મોદી 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઇજિપ્તના પ્રવાસે,PMO દ્વારા આપવામાં આવી માહિતી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂનથી 25 જૂન સુધી અમેરિકા અને ઈજિપ્તની મુલાકાતે જશે. આ જાણકારી પીએમઓ ઓફિસ દ્વારા આપવામાં આવી છે. પીએમ મોદી યુએસ પ્રમુખ જોસેફ બાઈડેન અને ફર્સ્ટ લેડી ડો. જીલ બાઈડેનના આમંત્રણ પર યુએસએની સત્તાવાર સરકારી મુલાકાત લેશે વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીની મુલાકાત ન્યૂયોર્કમાં શરૂ થશે, જ્યાં તેઓ 21 […]

પીએમ મોદી અમેરિકાના પ્રવાસ બાદ ઈજિપ્તની મુલાકાતે જશે, પ્રવાસ શક્ય બનશે તો 14 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી આ પ્રથમ મુલાકાત હશે

પીએમ મોદી ઈજિપ્તની મુાલાકાતે જશે અમેરિકાની યાત્રા બાદ ઈજિપ્ત જશે 14 વર્ષ બાદ પ્રથમ ભારતીય પીએમ લેશએ આ દેશની મુલાકાત દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે રીતે લોકપ્રિયતા વધી રહી છે તે જોતા તેમના વિદેશ પ્રવાસ પણ વધ્યા છે અનેક દેશ પીએમ મોદીને આવકારવા તત્પર છે,22 જૂનના રોજ જ્યાં પીએમ મોદી વિશ્વની મહાસત્તા ગણાતા દેશ […]

ભારતીય સેના પ્રમુખ મનોજ પાંડે ઇજિપ્તની મુલાકાતે લેશે

નવી દિલ્હીઃ ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) જનરલ મનોજ પાંડે 16 થી 17 મે 2023 દરમિયાન ઇજિપ્તની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, આર્મી ચીફ યજમાન દેશના વરિષ્ઠ સૈન્ય નેતૃત્વને મળશે, જ્યાં તેઓ ભારત-ઇજિપ્ત સંરક્ષણ સંબંધોને આગળ લઈ જવાના માર્ગો પર ચર્ચા કરશે. તેઓ ઇજિપ્તની સશસ્ત્ર દળોની વિવિધ સંસ્થાઓની પણ મુલાકાત લેશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર […]

ભારત તેજસ વેચવા તૈયાર,ઇજિપ્ત અને આર્જેન્ટિના સાથે વાતચીત શરુ

દિલ્હી:આર્જેન્ટિના અને ઇજિપ્ત ભારત પાસેથી સ્વદેશી રૂપથી વિકસિત હળવું લડાકુ વિમાન તેજસની ખરીદીમાં રૂચી દેખાવનાર અન્ય ઘણા દેશોમાં જોડાયા છે.હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના અધ્યક્ષ CB અનંતક્રિષ્નને જણાવ્યું હતું કે, “ભારત તેજસ એરક્રાફ્ટની સંભવિત સપ્લાય માટે આર્જેન્ટિના અને ઇજિપ્ત બંને સાથે વાતચીત કરી રહ્યું છે. એચએએલના ચેરમેન સીબી અનંતક્રિષ્નને જણાવ્યું હતું કે “ઇજિપ્તને 20 એરક્રાફ્ટની જરૂર […]

મુશ્કેલીના સમયમાં મુસ્લિમ દેશોએ ઈજિપ્ત સાથે અંતર રાખ્યું, ભારત મદદ માટે આગળ આવ્યું

નવી દિલ્હીઃ અખાતી દેશોમાં પોતાની પકડ મજબુત જમાવનાર ઈજિપ્ત હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. ગયા વર્ષે માર્ચમાં ઈજિપ્તની કરન્સી પાઉન્ડએ પોતાનું અડધુ મુલ્ય ગુમાવ્યું હતું. ઈજિપ્તમાં ફુગાવો દર વધીને 24.2 ટકા સુધી પહોચ્યો છે. તેમજ વિદેશી દેવુ વધીને લગભગ 170 અરબ ડોલર સુધી પહોંચ્યું છે. આ પરિસ્થિતિમાં ઈજિપ્તને મદદ કરનારા સાઉદી અરબ, સંયુક્ત […]

સંયુક્ત રાષ્ટ્રનું જળવાયુ પરિવર્તન સંમેલન 6 નવેમ્બરથી ઈજિપ્તમાં યોજાશે

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના 27માં જળવાયુ પરિવર્તન સંમેલન 6 થી 18 નવેમ્બર દરમિયાન ઈજિપ્તના શર્મ અલ શેખમાં યોજવામાં આવશે. આફ્રિકામાં પાંચમી વાર આ સંમેલનનું આયોજિત થશે, જેમાં 200થી વધુ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્થાનિક સરકાર અનુસાર આ સંમેલનમાં જળવાયુ પરિવર્તનથી મહાદ્વીપમાં થતા ગંભીર પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જળવાયુ પરિવર્તન સંબંધિત વિભિન્ન દેશોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code