1. Home
  2. ગુજરાતી
  3. મુશ્કેલીના સમયમાં મુસ્લિમ દેશોએ ઈજિપ્ત સાથે અંતર રાખ્યું, ભારત મદદ માટે આગળ આવ્યું
મુશ્કેલીના સમયમાં મુસ્લિમ દેશોએ ઈજિપ્ત સાથે અંતર રાખ્યું, ભારત મદદ માટે આગળ આવ્યું

મુશ્કેલીના સમયમાં મુસ્લિમ દેશોએ ઈજિપ્ત સાથે અંતર રાખ્યું, ભારત મદદ માટે આગળ આવ્યું

0

નવી દિલ્હીઃ અખાતી દેશોમાં પોતાની પકડ મજબુત જમાવનાર ઈજિપ્ત હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. ગયા વર્ષે માર્ચમાં ઈજિપ્તની કરન્સી પાઉન્ડએ પોતાનું અડધુ મુલ્ય ગુમાવ્યું હતું. ઈજિપ્તમાં ફુગાવો દર વધીને 24.2 ટકા સુધી પહોચ્યો છે. તેમજ વિદેશી દેવુ વધીને લગભગ 170 અરબ ડોલર સુધી પહોંચ્યું છે. આ પરિસ્થિતિમાં ઈજિપ્તને મદદ કરનારા સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કુવેત જેવા દેશો હવે દૂર ભાગી રહ્યાં છે. તેમજ ઈજિપ્ત હવે આ દેશોથી અલગ થઈ ગયું છે. જો કે, ભારતે ઈજિપ્તને લઈને મદદના દરવાજા ખુલ્લા રાખ્યાં છે. દુનિયાનું સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતે પોતાના ગણતંત્ર દિવસના પ્રસંગ્રે ઈજિપ્તને આમંત્રણ આપ્યું છે.

ભારતના ગણતંત્ર દિવસના પ્રસંગ્રે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્રપતિની સાથે 120 સભ્યોના એક દળ પણ આવશે. જે 26મી જાન્યુઆરીની પરેડમાં કર્તવ્ય પર ઉપર માર્ચ કરશે. આ પહેલીવાર હશે કે ઈજિપ્તની કોઈ પ્રતિનિધિ મંડળ ભારતના ગણતંત્ર દિવસના પરેડમાં ભાગ લેશે. ઈજિપ્ત રશિયા અને યુક્રેન પાસેથી ઘઉંની આયાત કરે છે, પરંતુ બંને દેશ વચ્ચે યુદ્ધ જતા ઈજિપ્તની મુશ્કેલીઓ વધી હતી. તેમજ ઘઉંની અછતને પગલે ભાવમાં વધારો થયો હતો.

આવા સમયે ભારતે એક મિત્ર તરીકે ઈજિપ્તની મદદ કરી હતી. તેમજ ઈજિપ્તને ઘઉંનો જથ્થો પુરો પાડ્યો હતો. એક રિપોર્ટ અનુસાર એપ્રિલ 2022માં ભારત-ઈજિપ્ત વચ્ચે દસ લાખ ટન ઘઉંની સપ્લાયની વાત થઈ હતી. પરંતુ મે મહિનામાં ભારતમાં ઘઉંની અછતની શકયતાઓ જોવા મળી હતી. જેથી ભારતે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જો કે, ભારતે ઈજિપ્ત સહિતના કેટલાક દેશોએ ઘઉંનો જથ્થો સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમજ ઈજિપ્તમાં ઘઉંની અછત ઉભી નહીં થવા દેવાની પણ ભારતે ખાતરી આપી હતી.

બીજી તરફ વિશેષકો માની રહ્યાં છે કે, ઈજિપ્તમાં હાલ ભારતનું કુલ રોકાણ 3.2 અરબ ડોલર છે, પરંતુ આવનારા સમયમાં આ આંકડો વધશે. અનેક ભારતીય કંપનીઓ ઈજિપ્તમાં રોકાણ વધારવાનું વિચારી રહી છે. ભારતની મદદથી ઈજિપ્તને ભારે રાહત થઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code