![વોટ્સએપ પર આવી રહ્યું છે જોરદાર ફીચર](https://www.revoi.in/wp-content/uploads/2023/01/download-1-5.jpg)
વોટ્સએપ પર આવી રહ્યું છે જોરદાર ફીચર
વોટ્સએપમાં તો હવે જેટલા બદલાવ આવે એટલા ઓછા છે, દર થોડા સમયને અંતરે વોટ્સએપમાં કોઈને કઈને ફેરફાર જોવા મળતો હોય છે આવામાં વધુ એક ફેરફાર થઈ રહ્યો છે.
રિપોર્ટ પ્રમાણે આ ફીચર યૂઝર માટે ઘણું કામમાં આવશે. આ ફીચરની મદદથી યૂઝર્સ ચેટમાં Kept Messagesને બુકમાર્ક કરી શકશે. તેને લઈને WABetaInfoએ રિપોર્ટ કર્યો છે. તેના માટે યૂઝર્સને એક આઈકોનનો ઓપ્શન મળશે.
રિપોર્ટ પ્રમાણે વોટ્સ એપનું આ અપડેટ એન્ડ્રોઈડ અને IOS બંને બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે. તે સિવાય તે ડેસ્કટોપ વર્ઝન માટે પણ ઉપલબ્ધ થશે. WABetaInfoએ વોટ્સ એપના કેપ્ટ મેસેજીસ ફીચરનો પ્રિવ્યૂ પણ બતાવ્યો છે.