Site icon Revoi.in

યૂપી સરકારનો પર્યાવરણ પ્રદુષણને રોકવા મહત્વનો નિર્ણય – પોલિથીન બેગ પર સંપૂર્ણ પણે મૂકશે પ્રતિબંધ

Social Share

લખનૌ – વન અને પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણે કહ્યું હતું કે પર્યાવરણ પરના વિપરીત પ્રભાવોને અટકાવવા માટે સરકાર ઉત્તરપ્રદેશમાં પોલિથીન બેગના ઉપયોગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકશે. એસેમ્બલીમાં સપાના ધારાસભ્ય સંજય ગર્ગે પોલિથીન બેગની પર્યાવરણીય અસર પર અનેક સવાલ ઉઠાવ્યા હતા.

વનમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે 15 જુલાઈ વર્ષ 2018 થી તમામ નગર પંચાયતો, પાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔદ્યોગિક શહેરમાં પ્લાસ્ટિક અને થર્મોકોલથી બનેલા ગ્લાસ, કપ અને ચમચીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે તમામ પ્રકારના ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક કેરી બેગના ઉપયોગ, ઉત્પાદન, વેચાણ, વિતરણ, સંગ્રહ, પરિવહન અને આયાત-નિકાસ પર પ્રતિબંધ છે.

સપાના ધારાસભ્ય આઝાદ અરિમાર્દાનના લોકડાઉન દરમિયાન મોટા શહેરો અને નદીઓમાં પ્રદૂષણના અભાવના સવાલ પર ચૌહાણે કહ્યું હતું કે લોકડાઉન વખતે રાજ્યમાં ગંગા, યમુના, રામગંગા અને હિંડોન નદીઓમાં પ્રદૂષણ ખૂબ પ્રમાણમાં ઘટ્યું હતું.

લોકડાઉન સમય દરમિયાન, રાજ્યના મોટા મોટા શહેરોમાં પણ પ્રદૂષણ ઓછું થયું હતું. વનમંત્રીએ કહ્યું કે લોકડાઉન  વખતે એપ્રિલ 2020 માં આગ્રા, કાનપુર, લખનૌ, વારાણસી, નોઇડા, ગાઝિયાબાદ, બુલંદશહેર, હાપુર, મુઝફ્ફરનગર અને ગ્રેટર નોઇડામાં પ્રદૂષણની તપાસ કરવામાં આવી હતી.

તેમના જણાવ્યા પ્રમાણે એપ્રિલ 2019 ની સરખામણીમાં એપ્રિલ 2020 માં હવાની ગુણવત્તાના સૂચકાંકમાં સુધારો થયો છે. દેશની જાણીતી નદીઓમાં પ્રદૂષણની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

સાહિન-