Site icon Revoi.in

ખરાબ હવામાનની ચેતવણીને પગલે વૈષ્ણો દેવીની યાત્રા સ્થગિત કરવામાં આવી

Social Share

નવી દિલ્હી, 19 જુલાઈ 2026: ખરાબ હવામાનની ચેતવણીને પગલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે વૈષ્ણો દેવીની યાત્રા કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધી છે. શ્રાઇન બોર્ડની સત્તાવાર સૂચના અનુસાર, શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને ધીરજ રાખવાની અને શ્રાઇન બોર્ડના સત્તાવાર માધ્યમો દ્વારા આપવામાં આવતી માહિતીનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. હવામાનની સ્થિતિમાં સુધારો થતાં જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.

હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક પૂર (ફ્લેશ ફ્લડ), ભૂસ્ખલન અને પાણી ભરાઈ જવાની શક્યતા છે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને જળાશયોથી દૂર રહેવાની સલાહ આપી છે. આ વર્ષે વૈષ્ણો દેવીના પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લેનારા યાત્રાળુઓની સંખ્યા 50 લાખનો આંકડો વટાવી ગઈ છે.

Exit mobile version