Site icon Revoi.in

દિલ્હીના વાતાવરણમાં પલટો, ઘીમી ઘારે વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો નોંઘાયો

Social Share

દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં શિયાળાની શરુઆત પહેલા જ જાણે મોસમમાં પલટો આવ્યો છએ અહી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંઘાયો છે,જેને કારણે તાપમાન જે ગરમ રહેતું હતું તેમાં ઠંડક પ્રસરી છે દિલ્હી વાસીઓને ગરમીમાં રાહત મળી છે. જ્યા એક તરફ ચોમાસાએ વિદાય લીઘી છે ત્યા બીજી તરફ દિલ્હીમાં જાણો ચોમાસાનું આગમન જોવા મળ્યું છે.

રાજધાની દિલ્હીમાં સોમવારે રાતભર પડેલા વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ પણ ઘણા રાજ્યોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન તમિલનાડુ અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વિતેલા દિવસથી રાજધાની દિલ્હીના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.  દિલ્હીમાં પવનને કારણે આજે તાપમાનનો પારો 30.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો, જે સિઝનની સરેરાશ કરતા ત્રણ ડિગ્રી ઓછો છે.

દિલ્હીના વિસ્તારો નોઈડા, ઈન્દિરાપુરમ, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હીના ભાગોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ નોંધાયો હતો. સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “દિલ્હી અને NCR પર ભારે વાવાઝોડું અને વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદ અને કરા પડી શકે છે….સાવધાની રાખજો.

આ સહીતક બીજી પોસ્ટમાં તેમણે લખ્યું કે હળવા વરસાદ અને ઠંડા પવનોને કારણે દિલ્હીનું મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું છે. પંજાબ અને હરિયાણા સહિત ઘણા મેદાની વિસ્તારોમાં વરસાદ બાદ પાકને ઘણું નુકસાન થયું છે.