Site icon Revoi.in

WHO એ કહ્યું ,ઓમિક્રોન સામે રસી પ્રભાવીત- વેક્સિન ન લીધી હોય તેવા લોકોને વેક્સિન લેવાની કરી અપીલ

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ભય ફેલાય રહ્યો છે 800 જેટલા કેસ દેશમાં નોંઘાઈ ચૂક્યા છે ત્યારે હવે આ અંગે WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે રસીની અસરકારકતા માટે ઘણા પરિબળો જવાબદાર છે. એક જ વેક્સિન  છે, બીજી ઉંમર જેવા જૈવિક પરિબળો છે.

વેક્સિનને લઈને સ્વામીનાથને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યું છે. તે રસી મેળવનાર અને ન મેળવનાર બંને લોકોને સંક્રમિત કરી રહ્યો છે,જો કે, તેમણે એમ પણ કહ્યું કે રસીઓ હજુ પણ અસરકારક સાબિત થઈ રહી છે કારણ કે ઘણા દેશોમાં સંખ્યા ઝડપથી વધી રહી હોવા છતાં, રોગની ગંભીરતા નવા સ્તરે પહોંચી નથી.

સ્વામીનાથને બુધવારે WHO ની પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે રસીની અસરકારકતા  વચ્ચે થોડી જૂદી હોય છે, જો કે WHOની ઓલ-ઈમરજન્સી યુઝ લિસ્ટ પરની મોટાભાગની રસીઓમાં વાસ્તવમાં સુરક્ષાના ઊંચ્ચ દરોમાં હોય છે અને રસી ઓછામાં ઓછી ડેલ્ટા વેરિઅન્ટ જેવી ગંભીર બીમારી સામે મૃત્યુથી બચાવે છે.

તે જ સમયે, સ્વામિનાથે રાહતના શ્વાસ લીધા છે કે મોટાભાગના લોકો હળવી સારવારથી સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે રસીઓ રક્ષણાત્મક સાબિત થઈ રહી છે. જટિલ સંભાળની જરૂરિયાત વધી રહી નથી. આ એક સારો સંકેત છે.સ્વામીનાથને બુધવારે એક ટ્ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અપેક્ષા મુજબ ઓમિક્રોન સામે ટી સેલ ઇમ્યુનિટી સુધરે છે. તે આપણને ગંભીર બીમારીથી બચાવે છે. જો તમે હજુ સુધી રસી નથી લીધી , તો  મહેરબાની કરીને જલ્દી રસી લઈલો .