Site icon Revoi.in

પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાહનની ચોરી, આરોપી જામનગરથી ઝડપાયો

Social Share

જામનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન એક ચોરે પોલીસને જ પડકાર ફેંક્યો હોય તેમ દ્વારકામાં પોલીસ સ્ટેશન સંકુલમાંથી પોલીસ વાહનની ચોરી કરી હતી. પોલીસ સંકુલમાંથી સરકારી વાહનની ચોરીની જાણ થતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. તેમજ અજાણ્યા શખ્સને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી. દરમિયાન પોલીસે પોલીસવાહનની ચોરી કરનારને જામનગરથી ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે.

દ્વારકામાં પોલીસ સ્ટેશનમાંથી પોલીસની જ ગાડીની ચોરી થઇ હતી. આજે સવારે પોલીસ સ્ટેશન ખાતેથી સરકારી બોલેરો જીપ લઇ અજાણ્યો શખ્સ રફુચક્કર થઇ ગયો હતો. પોલીસની સરકારી બોલેરો ગાડી લઇ અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે જીલ્લા પોલીસ વડાને જાણ કરાયા બાદ પોલીસ વિભાગના એલ.સી.બી, એસ.ઓ.જી સહીતની ટીમો સર્વેલન્સ કામગીરી જોડાઈ હતી. મળતી માહતી મુજબ જામનગર પોલીસે ચોરાયેલી સરકારી ગાડીને પકડી પાડી છે. જે મામલે એક યુવકની ધરપકડ પણ કરાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીના પૂછપરછ આરંભી હતી. વાહન ચોરની તપાસમાં ચોરીના અન્ય ગુનાનો ભેદ ઉકેલાવાની શકયતા છે.