Site icon Revoi.in

ચોમાસામાં અલગ અલગ પ્રકારની ચા પીવાથી થાય છે અનેક ફાયદા, વાંચો તે ચાના પ્રકાર વિશે

Social Share

ચોમાસામાં મોટા ભાગના લોકોને નવું નવું ખાવાનું અને પીવાનું મન થતું હોય છે. કોઈકને વરસાદમાં દાળવડા ખાવા ગમે તો કોઈકને વડાપાવ ખાવુ ગમે.. પણ કેટલાક લોકો એવા પણ છે જેમને વરસાદમાં ચા પીવી વધારે ગમતી હોય છે.

તો એવા લોકો દ્વારા જો આ ત્રણ પ્રકારની ચા પીવામાં આવે તો તે અતિગુણકારી છે સાથે અનેક રીતે ફાયદાકારક પણ છે. રોગપ્રતિકારક શક્તિને વધારનારા ખોરાક સિવાય, ઇમ્યુનિટી વધારતી હર્બલ ટી પણ છે જેનો તમે ચોમાસા દરમિયાન પ્રયોગ કરી શકો છો. નબળી તબિયત સામેની લડાઇમાં હર્બલ ટીને યોદ્ધા તરીકે ઓળખવામાં આવે છે.

આદુની ચા, હર્બલ ચા, તુલસી ચા, મસાલા ચાય, અને તજની ચા આપણી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. અહીં કેટલીક દેશી હર્બલ ચા જણાવીએ છીએ, જે આ વરસાદની સીઝનમાં તમારી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરી શકે છે.

મધ, લીંબુ અને આદુ બધાં આરોગ્યને સારું કરી આપતી ચીજોથી ભરપુર છે. મધ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણથી ભરપુર છે જે આપણી પાચક શક્તિ અને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. મધ ગળાને દુખાવામાં પણ રાહત આપવામાં મદદ કરે છે. બીજી તરફ લીંબુ એ વિટામિન સીનો સારો સ્રોત છે, જે એક ઉત્તમ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે ઓળખાય છે. આદુ વાયરસને નાથવામાં મદદ કરે છે.

વરસાદમાં મસાલા ચા સૌની મનપસંદ છે. મસાલા ચા એ લવિંગ, એલચી, તજ અને વરિયાળી જેવા ભારતીય મસાલાઓનું એક સંપૂર્ણ મિશ્રણ છે – આ બધા આપણા સમગ્ર આરોગ્યને ઉર્જા આપવા માટે જાણીતા છે.