Site icon Revoi.in

સવારના સમયમાં આ ફ્રૂટ ખાવાથી જોવા મળે છે અદભૂત ફાયદા

Social Share

એવા અનેક ફળ છે આ વિશ્વમાં કે જેને જો સવારમાં ખાવામાં આવે તો તે અમૃત સમાન છે અને શરીરની કેટલીક સમસ્યાથી રાહત આપે છે. દરેક લોકોને અલગ અલગ પ્રકારના ફળ અને ફ્રૂટ ભાવતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે બ્લુબેરી અને સ્ટ્રોબેરીની તો તેના તો અનેક અને અઢળક ફાયદા છે.

અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અમુક ખોરાકનું સેવન કરવાથી માનસિક બીમારીઓથી બચી શકાય છે. દરરોજ સવારે સ્ટ્રોબેરી અને બ્લૂબેરી ખાવાથી માનસિક વિકૃતિઓથી બચી શકાય છે. આ દિવસોમાં કેટલાક એવા એન્ટીઑકિસડન્ટો અને તત્વો વસ્તુઓમાં જોવા મળે છે જે ડિપ્રેશન અને ડિમેન્શિયા જેવા રોગોને થતા અટકાવે છે અને મગજ માટે બૂસ્ટર્સ તરીકે કામ કરે છે.

અમેરિકાના જાણકારોના કહેવા પ્રમાણે અમુક ખોરાક મગજને પ્રોત્સાહન આપે છે અને સ્ટ્રોબેરી અને બ્લૂબેરી આ કાર્યોમાં મદદ કરે છે. હકીકતમાં, સ્ટ્રોબેરી અને બ્લૂબેરીમાં ફ્લેવોનોઈડ્સ હોય છે જે ન્યુરોલોજીકલ સમસ્યાઓ વિકસાવવાનું જોખમ ઘટાડે છે. આ સિવાય ફ્લેવોનોઈડ્સ ન્યુરોટ્રાન્સમીટરને સ્વસ્થ રાખે છે અને અલ્ઝાઈમર જેવી બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે સવારે આ બે વસ્તુઓ ખાઓ છો, તો તે મગજને બૂસ્ટર તરીકે કામ કરે છે અને મગજને એનર્જી આપવા સાથે, તે દિવસભર મૂડને સુધારવામાં પણ મદદ કરે છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં મગજના રોગો વધી રહ્યા છે. જેમ કે ડિપ્રેશન અને ડિમેન્શિયા. આ સિવાય હોર્મોનલ બદલાવને કારણે અથવા કહો કે ખરાબ જીવનશૈલી અને તણાવના કારણે લોકો યાદશક્તિ નબળી હોવાની ફરિયાદ કરી રહ્યા છે અને ધીમે ધીમે માનસિક રોગો તરફ આગળ વધી રહ્યા છે. પણ જો કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો ડોક્ટર પાસે જરૂર પહોંચવું જોઈએ.

Exit mobile version