Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદની કોઈ સિસ્ટમ કાર્યરત નથી, હવે સપ્તાહ સુધી માત્ર સામાન્ય ઝાપટાં પડી શકે છે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ હતી. અને અને ચોમાસાના દોઢ મહિનામાં 85 ટકા વરસાદ પડ્યો છે. નદી-નાળાં, તળાવો, ડેમો સહિત જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. કૃષિ માટે પણ વરસાદ એકંદરે સરેરાશ ફાયદારૂપ રહ્યો છે. હવે ખેડુતો સહિત તમામ લોકો મેધરાજા ખમૈયા કરે એવી પ્રાથના કરી રહ્યા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે કહ્યું છે. કે, વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. એટલે સપ્તાહ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે. જો કે દરિયામાં કરંન્ટ જોવા મળશે. અટલે કાંઠા વિસ્તારના લોકો અને ખાસ કરીને માછીમારોએ સાવચેતિ રાખવા જમાવાયું છે.

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી એટલે આજે મંગળવારથી વરસાદનું જોર ઘટી જવાની સંભાવના હોવાથી છૂટોછવાયો વરસાદ પડશે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. દરિયામાં કરંટની શક્યતાને લઈને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે ચેતવણી આપી છે.

રાજ્યના હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, આથી ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવો વરસાદ વરસી શકે છે. આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા નથી. ગુજરાતમાં સીઝનનો 85 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટછવાયો અથવા હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિત મુજબ હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. દરિયામાં કરંન્ટ હોવાથી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે ઉમેર્યું હતું કે,  આગામી 4-5 દિવસમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા નથી. માત્ર અમદાવાદમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં કેટલાક લાઈટ સ્પેલ થવાની શક્યતા છે. જિલ્લામાં ક્યાંય ભારે વરસાદ થવાની શક્યતા નથી.