Site icon Revoi.in

હમાસને ખતમ કરવાનો કોઈ શોર્ટકટ નથી, યુદ્ધ હજુ ઘણા મહિનાઓ સુધી ચાલશેઃ ઈઝરાયલ

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમસના હિંસક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના આર્મી ચીફ હરજી હલેવીએ કહ્યું કે, યુદ્ધ મહિનાઓ સુધી ખેંચાય તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે , પશ્ચિમ એશિયામાં માનવતાવાદી કટોકટી સતત ઘેરી બની છે. ગઈ 7 ઓક્ટોબરએ થયેલા આતંકી હમલા બાદ ઈઝરાયલ અને હમસના હિંસક સંઘર્ષ ગયા અઢી મહિનાથી વધારે સમયથી ચાલુ છે. ઈઝરાયલ ડિફેંન્સ ફોર્સેઝ (IDF)એ હમાસના આતંકી ઠેકાણાને વારવાર નિશાન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં આવેલા સમાચાર અનુસાર, યુદ્ધમાં બંન્ને પક્ષોને ભેગા કરી અત્યાર સુધી 20 હજારથી વધારે લોકો માર્યા ગયા છે. ઈઝરાયલી સેના પ્રમુખ હરજી હલેવીએ કહ્યું કે, યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવાના કોઈ સંકેત નથી. લડાઈ ઘણા મહિનાઓ સુધી ચાલશે, કેમ કે આતંકવાદી સંગઠન હમાસને ખતમ કરવાનો કોઈ શોર્ટકટ નથી.

હલેવીએ કહ્યું કે, આતંકવાદી સંગઠન હમાસને ખતમ કરવાનો કોઈ જાદુઈ ઉકેલ નથી. આનો કોઈ શોર્ટકટ નથી. સેના સતત દૃઢ સંકલ્પ સાથે યુદ્ધ લડી રહી છે. એક અઠવાડિયું લાગે કે મહિનાઓ લાગી જાય, સેના હમાસના આતંકવાદી નેતાઓનો પણ નાશ કરશે. ઈઝરાયલ સોનાના પ્રમુખનું નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે યુનાઈટેડ નેશન્સે માનવતાવાદી સંકટને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સમાચાર અનુસાર, યુદ્ધગ્રસ્ત ગાજા પટ્ટીમાં છેલ્લા બે દિવસોમાં ઈઝરાયલી હવાઈ હમલામાં 100થી વધારે પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. સંયુક્ત રા।ષ્ટ્રએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 7મી ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદીઓએ ગાઝામાંથી ગણતરીની મિનિટોમાં જ પાંચ હજારથી વધારે રોકેટથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં પ્રવેશીને ખુલ્લેઆમ આતંકી ખેલ ખેલ્યો હતો. હમાસના આ આતંકી કૃત્યની ભારત અને અમેરિકા સહિતના દેશોએ નિંદા કરી હતી. ગાઝામાંથી કાર્યરત સંગઠન હમાસના આતંકવાદીઓનો ખાતમો કરવા માટે ઈઝરાયલની સેનાએ પ્રતિજ્ઞા લીધી છે, તેમજ આતંકવાદી હુમલા બાદ ઈઝરાયલની સેનાએ તેમને તેમની ભાષામાં જવાબ આપ્યો હતો. ઈઝરાયલના જવાનો ઉપર હજુ પણ હમાસના આતંકવાદીઓ ચોરી છુપીથી હુમલા કરતા હોવાનું જાણવા મળે છે.