Site icon Revoi.in

2 અબજ વર્ષ પહેલા મંગળ પર પાણી હતું,નાસાને મળી નવી ચોંકાવનારી માહિતી

Social Share

પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ પર જીવન શક્ય છે કે કેમ તે અંગે દુનિયાભરના વૈજ્ઞાનિકો સતત શોધ કરી રહ્યા છે.આમાં મંગળનું નામ સૌથી પહેલા આવે છે.એવું માનવામાં આવે છે કે,મંગળની સપાટી પર પહેલા પણ પાણી હતું, પરંતુ આખરે તે ક્યાં અને કેવી રીતે ગાયબ થઈ ગયું, તેના વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.અત્યાર સુધી વૈજ્ઞાનિકો માની રહ્યા હતા કે,મંગળ ગ્રહ પર લગભગ 2 અબજ વર્ષ પહેલા પાણી વહી જતું હતું,પરંતુ હાલમાં જ તેને લગતી એક નવી માહિતી સામે આવી છે,જેણે વૈજ્ઞાનિકોને પણ ચોંકાવી દીધા છે.

સ્પેસ નામની વેબસાઈટના જણાવ્યા અનુસાર, નાસાના માર્સ રિકોનેસન્સ ઓર્બિટર દ્વારા આપવામાં આવેલી નવી માહિતી અનુસાર, મંગળ પર લગભગ 2 અબજ વર્ષ પહેલા પાણી હાજર હતું. પૃથ્વીની જેમ પાણીનો પ્રવાહ પણ હતો.આ ખૂબ જ રસપ્રદ માહિતી છે.

ખરેખર નાસાનું માર્સ રિકોનિસન્સ ઓર્બિટર 2006થી મંગળની આસપાસ ફરે છે અને સમયાંતરે મહત્વપૂર્ણ માહિતી આપતું રહે છે.આ ઓર્બિટર ઘણા વર્ષોથી લાલ ગ્રહ પર પાણીની શક્યતા શોધી રહ્યું છે.

તમે ભાગ્યે જ જાણતા હશો કે,લગભગ 14 વર્ષ પહેલાં નાસાના માર્સ ઓડિસી ઓર્બિટરએ મંગળ પર મીઠાના ખનિજોની હાજરી શોધી કાઢી હતી, જેનાથી વૈજ્ઞાનિકોને આ ગ્રહ પર જીવનના અસ્તિત્વના નવા પુરાવા મળ્યા હતા.

મંગળ ગ્રહ પર માનવ વસાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.એવું માનવામાં આવે છે કે,આગામી 30 થી 40 વર્ષોમાં મનુષ્ય પણ આ ગ્રહ પર રહેવાનું શરૂ કરશે. જો કે આ હજુ સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી. તે માત્ર એક અનુમાન છે